જિલ્લા ભુસ્તર શાસ્ત્રીને પાંચ હજારનો દંડ માહિતી આપવામાં ઠાગાઠૈયા કરતા લાલ આંખ

જિલ્લા ભુસ્તર શાસ્ત્રીને પાંચ હજારનો દંડ માહિતી આપવામાં ઠાગાઠૈયા કરતા લાલ આંખ

ઈરાદાપૂર્વક અરજદારને માહિતી આપવામાં બેદરકારી દાખવવા બદલ જાહેર માહિતી અધિકારી સામે આયોગ દ્વારા દંડનીય કાર્યવાહી કરાઇ

બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી ગુરુ પ્રીત સિંહને માહિતી આપવામાં બેદરકારી દાખવવા બદલ ગુજરાત માહિતી આયોગ દ્વારા રૂપિયા પાંચ હજારનો દંડ ફટકારવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, છાપી ના અરજદાર આનંદ કુમાર એમ પરમારએ જાહેર માહિતી અધિકારી બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી પાસે થી તા ૧૨.૨ ૨૦૨૪ ના રોજ ૧ થી ૬ મુદ્દાની જરૂરી માહિતી માગેલ હતી. તે માહિતી ન મળતા અરજદારે પ્રથમ અપીલ અધિકારીને અપીલ કરી હતી. પ્રથમ અપીલ અધિકારીએ આપવા પાત્ર માહિતી નિયત સમયમાં આપવા હુકમ કરેલો હોવા છતાં તે હુકમનું પાલન જાહેર માહિતી અધિકારી ન કરેલ હોવાથી અરજદારે બીજી અપીલ ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર ખાતે કરી હતી.

આ અપીલની સુનાવણી તા ૨૨.૪.૨૦૨૪ ના રોજ હાથ ધરાતા જાહેર માહિતી અધિકારી એ આર.ટી. આઇ ની કલમ ૨૦ (૧) મુજબ અરજદારને ઇરાદા પૂર્વક માહિતી આપવામાં બેદરકારી દાખવેલ હોય અને જાહેર માહિતી અધિકારી ખુલાસો કરવા માટે ગુજરાત માહિતી આયોગ સમક્ષ હાજર ન રહેલ હોય આવી ગંભીર પ્રકારની બેદરકારી દાખવવા બદલ જાહેર માહિતી અધિકારી અને બનાસકાંઠા જિલ્લા ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાને રૂ.૫૦૦૦ દંડની રકમ ભરવાનો હુકમ કરેલ છે. અને આ દંડની રકમ જાહેર માહિતી અધિકારીએ પોતાના સ્વભંડોળમાંથી તા ૩૦.૬.૨૦૨૫ સુધી સરકારી તિજોરીમાં ભરવાની રહેશે અથવા તો તેમના પગારમાંથી આ રકમ કપાત કરીને ભરવા નો હુકમ ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યો છે.

આમ, સરકારી અધિકારી હોવા છતાં માહિતી આયોગના કાયદા નું પાલન ન કરતા અધિકારીઓ માટે આ હૂકમ લાલ બત્તી સમાન છે. ગુજરાત માહિતી આયોગ ના કાયદાનું તટસ્થ પાલન થાય અને આયોગની ગરીમા સરકારી બાબુ ઓ સમજી શકે તે માટે આવા દંડના હુકમો ન્યાય હિતમાં થાય તે જરૂરી બની જાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *