ડીસા શહેર ઉત્તર પોલીસે ચાર મહીના અગાઉ દાખલ થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરીના આરોપીને અને એક અન્ય પ્રોહીબેશનના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને પણ ઝડપી પાડ્યો હતો. ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન પોલિસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.તે દરમ્યાન હ્યુમન સોર્સના આધારે મળેલ માહીતીના આધારે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં-૩૭૩/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા-ર૦ર૩ ની કલમ ૩૦૩ (૨),૫૪ મુજબના ગુનાના આરોપી- સોનુ રામદાસ રાઠોડ (ઉ.વ-૨૫, ધંધો-પકોડીની લારી, હાલ રહે.પાટણ શીતળામાતા ચોકડી પાસે જી.જે.અપાર્ટમેન્ટ જશીબેન ઠાકોરના મકાનમા ભાડેથી તા.જી.પાટણ.મુળ રહે.ગામ સિરસા તા.સેવડા,જીલ્લો-દતીયા મધ્યપ્રદેશ) ને ડીસા મુકામેથી પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જ્યારે અન્ય એક પ્રોહીબેશનના ગુનાના આરોપીને શોધવા ઉત્તર પોલીસના માણસો સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન મળેલ માહિતી કે પ્રોહિબીશન ગુનાન કામે વોરંટના આધારે નાસતા ફરતા આરોપી ભેરારામ ફગલું રામ વિશ્ર્નોઈ (રહે.થલીકા બેરા દિગાવ કરડા તા.રાણી વાડા જી ઝાલોર રાજસ્થાન) ને ગુનાના કામમાં અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ.