આરોપીઓની તબેલામાંથી ભેંસો ચોરી હોવાની કબૂલાત; ડીસા રૂરલ પોલીસ આખોલ ચાર રસ્તે વાહન ચેકીંગમાં હતી.તે દરમ્યાન બે ભેંસો ભરેલ પીક-અપ ડાલા (નં.GJ -09- AV -7592) ને શકના આધારે સાઈડમાં કરાવી અંદર બેસેલ બંને ઈસમોની યુકતી પ્રયુક્તીથી પુછપરછ કરતા તેમણે જણાવેલ કે અમરસિંગ રૂપાજી ઠાકોર (રહે-ગોઢા તા-લાખણી),જોતીશભાઈ હૈગાભાઈ રબારી (મુળ રહે- ઢેઢાલ તા-ડીસા હાલ રહે- ગોઢા તા-લાખણી), ભરતભાઈ નાગજીભાઈ રબારી (રહે,અરણીવાડા તા.કાંકરેજ) તથા કાનજીભાઈ દલાભાઈ રબારી (રહે.ભાટસણ તા.સરસ્વતી જી પાટણ) એ ભેગા મળી આ ભેંસો ભરૂચ પાસે આવેલ કુકરવાડા ગામની સીમમાં આવેલ તબેલામાંથી ચોરી કરી લાવેલ હોવાની કબુલાત કરેલ. જેથી બે ભેંસો (કિ.રૂ.૧,૬૦,૦૦૦) -તથા જીપ ડાલુ (કિ.રૂ.૫,૦૦,૦૦૦/-) એમ મળી કુલ રૂ.૬,૬૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી અમરસિંગ રૂપાજી ઠાકોર તથા જોતીશભાઈ ઢેગાભાઈ રબારીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- February 14, 2025
0 114 Less than a minute
You can share this post!
editor