ડીસા નગરપાલિકાની સામાન્ય સભા સભ્યોની પાંખી હાજરી વચ્ચે યોજાઈ

ડીસા નગરપાલિકાની સામાન્ય સભા સભ્યોની પાંખી હાજરી વચ્ચે યોજાઈ

સભા ઝડપી પુરી કરી દેવાતા વિપક્ષી સભ્યોમાં રોષ; ડીસા નગરપાલિકાની યોજાયેલી ખાસ સાધારણ સભા અનેક પ્રશ્નો ઊભા કરીને માત્ર આઠ મિનિટમાં આટોપી લેવાઈ હતી. પ્રમુખ નીતાબેન નિલેશભાઈ ઠક્કરના અધ્યક્ષસ્થાને મળેલી આ સભામાં ૨૮ સભ્યોની પાંખી હાજરી નોંધાઈ હતી. અગિયાર મુદ્દાના એજન્ડા હોવા છતાં, કોઈ પણ સભ્યને બોલવાની તક આપ્યા વિના સભા ઝડપથી સમાપ્ત કરી દેવાતા વિપક્ષી સભ્યોમાં રોષ જોવા મળ્યો હતો.

નવા નિમણૂક પામેલા ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈ માટે આ પ્રથમ સામાન્ય સભા હતી. વિપક્ષી નેતા વિજય દવેએ ચીફ ઓફિસરના સ્વાગત અને સ્વચ્છતામાં ડીસા નગરપાલિકાનો નંબર આગળ આવવા બદલ અભિનંદનનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, પાલિકા પ્રમુખે કોઈ પણ રજૂઆતો સાંભળ્યા વિના ઝડપથી એજન્ડા વાંચવાનું શરૂ કરી દીધું હતું. સભા દરમિયાન ભાજપના માત્ર બે કે ત્રણ સભ્યો જ પાટલી થપથપાવતા જોવા મળ્યા હતા, જ્યારે પ્રમુખે વિપક્ષી સભ્યોના શોરબકોર અને બોલાચાલી વચ્ચે માત્ર આઠ મિનિટમાં સભા સમાપ્ત કરવાની જાહેરાત કરી દીધી હતી. સભા પૂર્ણ થયા બાદ પણ શહેરના વિકાસ કામોમાં ચાલી રહેલ ગેરરીતી અંગેના સવાલો પર પ્રમુખે મૌન સેવી લીધું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *