ગંદકી ફેલાવતા ઇસમો સામે દંડાત્મક કાર્યવાહી; ડીસા પાલિકાની સેનિટેશન શાખા દ્વારા બજાર વિસ્તારમાં સફાઈ બાબતે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સફાઈ તેમજ ડસ્ટબિન વિનાંના એકમોને દંડ ફટકાર્યો હતો.
ડીસામાં ઉનાળાના આગમન પૂર્વે શહેરમાં સ્વચ્છતા અને રોગચાળો ના ફેલાય તેના આગોતરા આયોજનના ભાગરૂપે ડીસા નગર પાલિકાની સેનિટેશન શાખા દ્વારા શહેરમાં ચકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સેનિટેશન શાખાના દેવરામભાઇ માળી અને તેમની ટીમ દ્વારા બજારમાં આવેલી વિવિધ નાસ્તાની લારીઓ, ગલ્લા અને વિવિધ દુકાનોમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં રોડ રસ્તા ઉપર ગંદકી ફેલાવતા ઈસમો તેમજ ડસ્ટબિન વિનાની નાસ્તાની લારીઓ,વિવિધ સ્ટોલ સહિતના દુકાનદારો સામે આ બાબતે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં વિવિધ નાસ્તાની લારીઓ અને દુકાનદારોને સફાઈ બાબતે નોટિસ આપી રૂપિયા 8400 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. પાલિકાના સેનિટેશન વિભાગની કડક કાર્યવાહીના પગલે વિવિધ દુકાનદારો, નાસ્તાની લારીઓ, ગલ્લાધારકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.