શાળાના જર્જરિત એક જ ઓરડામાં ધોરણ ૧ થી ૫ ના ૫૮ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.
ઓરડામાં સાથે બેસવાથી બાળકો ને અલગ અલગ ધોરણ માટે નો અભ્યાસ કરવો મુશ્કેલ બન્યો
ચોમાસા દરમિયાન શાળાના ઓરડાની છત માંથી પાણી ટપકે છે; અમીરગઢ તાલુકાના વેરા ગામે પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે.આ શાળામાં એક થી પાંચ ધોરણના બાળકો અભ્યાસ કરે છે. અને શાળામાં એક જ ઓરડો આવેલો છે. જે ઓરડામાં તમામ બાળકો બેસીને અભ્યાસ કરે છે. જોકે ચોમાસા દરમિયાન ઓરડામાં પાણી ટપકે છે જેને કારણે બાળકોના અભ્યાસ ઉપર અસર થાય છે.વર્ષોથી નવીન ઓરડાની માંગ કરવામાં આવી છે.પરંતુ ઓરડા બનાવવામાં આવ્યા નથી. ત્યારે ગ્રામજનોની માગણી છે કે તાત્કાલિક નવીન ઓરડા મંજૂર કરવામાં આવે.
બનાસકાંઠા જિલ્લાની ઘણી શાળાઓમાં નવીન ઓરડાઓ મંજૂર કરવામાં આવ્યા છે. જોકે અમીરગઢ ના વેરા પ્રાથમિક શાળા માં હાલ એક જ ઓરડો આવેલો છે. અને આ જૂનો અને જર્જરીત ઓરડો છે. આ શાળામાં હાલ એક થી પાંચ ધોરણમાં 58 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જે આ એક જ ઓરડામાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે. ચોમાસા દરમિયાન આ ઓરડામાં પણ પાણી ટપકે છે જેના કારણે બાળકોને અભ્યાસ કરવો પણ મુશ્કેલ બને છે. એક ઓરડામાં સાથે બેસવાથી બાળકો ને અલગ અલગ ધોરણ માટે નો અભ્યાસ કરાવવો પણ મુશ્કેલ છે.
ગ્રામજનોનું કહેવું છે કે અનેક વાર રજૂઆતો કરી છે છતાં પણ હજુ સુધી ઓરડાઓ મંજુર કરવામાં આવ્યા નથી.ગ્રામજનો નું કહેવું છે કે ગામ માં બીજા પણ 200 થી વધુ બાળકો છે જે બીજા ગામમાં ચાલી ને જાય છે અને અભ્યાસ કરે છે. ત્યારે તાત્કાલિક ધોરણે નવીન ઓરડાઓ મંજૂર કરવામાં આવે અને એક થી પાંચ ધોરણ સુધી પાંચ ઓરડાઓ બનાવવામાં આવે તેવી અમારી માંગ છે.
રાજ્ય સરકારના અનેક પ્રયત્નો છતાં હજુ પણ બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં ઓરડાઓની ઘટ જોવા મળી રહે છે ત્યારે અમીરગઢના વેરા ગામેં પ્રાથમિક શાળામાં એક જ ઓરડો હોવાના કારણે બાળકો અને શિક્ષકોને પણ મુશ્કેલી પડી રહી છે. એક ઓરડો છે તે પણ જર્જરીત છે. ચોમાસા દરમિયાન એક જ ઓરડામાં બાળકોને બેસીને અભ્યાસ કરવો પડે છે જેના કારણે બાળકોના અભ્યાસ ઉપર પણ અસર પડે છે ત્યારે ગ્રામજનો ની માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ઓરડા ઓ મંજૂર કરવા જોઈએ અને નવીન ઓરડા બનાવવા જોઈએ જેનાથી બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે.
તંત્ર દ્વારા નવીન ઓરડા બનાવવા માટે દરખાસ્ત કરાઈ; અમીરગઢ તાલુકાના વેરા ગામે પ્રાથમિક શાળામાં નવીન ઓરડાઓ બનાવવા માટે તંત્રએ દરખાસ્તો પણ કરી છે જોકે હજુ સુધી ઓરડાઓ બન્યા નથી એક મોટો સવાલ છે ત્યારે હાલ તો ઓરડાની ઘટને લઈને બાળકોના શિક્ષણ ઉપર અસર થઈ રહી છે ત્યારે ઝડપથી આ ઓરડાઓ બને તે બાળકોના ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે.


