વાસણ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન, ધાનેરા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. પોલીસને એક શંકાસ્પદ ટ્રકમાંથી ફટાકડા 8,97,187 લાખના રૂપિયાના તથા10 લાખની આઇસર ગાડી સાથે આરોપી જેતારામ મંગારામ રે.રાજસ્થાન વાળો ઝડપી પાડી જેલ હવાલે કરેલ છે. ધાનેરા પોલીસ સ્ટાફ હતો તે દરમિયાન થરાદ ડીવાયએસપી ને બાતમી મળતો તેઓએ ધાનેરા પીઆઇ એમ ચૌધરી ને જાણ કરતા એમ.જે ચૌધરી ધાનેરાએ વાસણ ચોકી ઉપર સ્ટાફ સાથે કડક બંદોબસ્ત કરતો બાતમી વાળી ગાડી આવતો પકડી પાડી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે ટ્રક નંબર GJ 15 XX 3353 ને રોકીને તપાસ કરી હતી.
ટ્રકમાં 315 બોક્સ ભરેલા હતા, જેમાં ગેરકાયદે સેન્ડલવુડ (ફટાકડા) હોવાનું જણાયું હતું.
પોલીસે કુલ ₹8,97,187/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે જેતારામ મન્ગા રામ રબારી નામના 25 વર્ષીય ડ્રાઈવરની ધરપકડ કરી છે, જે રાજસ્થાનના બાડમેર જિલ્લાનો રહેવાસી છે. એમ.જે.ચૌધરી (પો.ઇન્સ., ધાનેરા), દજા ભાઇ,), ખુમાભાઇ (હેડ કોન્સ., ધાનેરા,ભીખાભાઈ) અને અન્ય પોલીસ સ્ટાફ દ્વારા આ ઓપરેશનમાં સફળ પાર પાડ્યું હતું. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ આ સફળ કાર્યવાહી માટે પોલીસ ટીમને અભિનંદન આપ્યા હતા. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના બનાસકાંઠામાં ગેરકાયદે ઉત્પાદનોના વેપાર સામેની લડાઈમાં એક મહત્વપૂર્ણ સફળતા દર્શાવે છે.