ધાનેરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન લવારા ચેકપોસ્ટ પર ધરપકડ અને 11 લાખ ઉપર નો દારૂના જથ્થા તથા ગાડી તથા મોબાઇલ મળી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પીએસઆઈ એમ. જે. ચૌધરી તેમજ તેમના સ્ટાફના સહિતની ટીમ લવારા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં લાગેલી હતી ત્યારે RJ 04 TA 6413 નંબરની સફેદ કલરની ઇનોવા કારને શંકાના આધારે રોકી તપાસ કરવામાં આવી.
કારની અંદરથી કુલ 1,440 બોટલ વિદેશી દારૂ મળી આવી, જેની કિમત રૂ. 3,07,930 થાય છે. સાથે સાથે રૂ. 8 લાખની ઇનોવા ગાડી અને રૂ. 40,000 ના બે મોબાઈલ પણ મળી આવ્યા. કુલ મળીને રૂ. 11,47,930 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઘટનાસ્થળેથી બે ઈસમો. આરોપી રમેશ સોગારામ રાવ રાજસ્થાન 2, રતના રામ ઉર્ફે રતન કુંભારામ જાતે ગોધરા જાટ રાજસ્થાન વાળાનને પણ પોલીસે ઝડપી લીધા છે. આ મામલે ધાનેરાના પી.આઈ. એમ. જી. ચૌધરી દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

