લવારા ચેકપોસ્ટ પર સ્વીફ્ટ કારમાંથી રૂ. 10.70 લાખનો મુદ્દામાલ જપ્ત; ધાનેરા પોલીસ સ્ટેશનની ટીમે લવારા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમ્યાન મગરવા તરફથી આવતી સ્વીફ્ટ કાર (નંબર GJ 05 BX 8847)માંથી 70 ગ્રામ મેફેડ્રોન પાવડર મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે રૂ. 7 લાખ થાય છે. અન્ય મુદામાલ માં 3,50 લાખની ગાડી, 4 મોબાઈલ, કિંમત.રૂ.20,000તથા 520 રોકડસાથે કુલ રૂ. 10,70,520નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે બે ઇસમોને ઝડપી પાડ્યા છે.
પકડાયેલા આરોપીઓ
પન્નેસીંહ મોડસીંગ રાજપૂત (ઉંમર 39, સુરત, મૂળ ઝાલોર-રાજસ્થાન)
ધાર્મીન વિનોદભાઇ પટેલ (ઉંમર 31, સુરત)
બન્ને આરોપીઓને ગેરકાયદેસર રીતે માદક પદાર્થની હેરાફેરી કરવાના ગુનામાં પકડી પાડવામાં આવ્યા છે. આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ તથા બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે અને નાયબ પોલીસ અધિક્ષક એસ.એમ. વારોતરિયાની સૂચનામાં, ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

