દિલ્હીથી ચોરાયેલી કાર સાથે એક આરોપીને ધાનેરા પોલીસે ઝડપી પાડ્યો

દિલ્હીથી ચોરાયેલી કાર સાથે એક આરોપીને ધાનેરા પોલીસે ઝડપી પાડ્યો

રાજસ્થાન-ગુજરાત બોર્ડર પર આવેલી વાસણ ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન ધાનેરા પોલીસે દિલ્હીથી ચોરાયેલી કાર સાથે રાજસ્થાનના એક ઈસમની અટકાયત કરી છે. પોલીસ વાસણ ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન નંબર પ્લેટ વગરની એક કારને પોલીસે રોકી હતી. પોલીસે ગાડીના ચાલક પાસે કારના દસ્તાવેજો માંગ્યા હતા. પરંતુ ચાલક પાસે કોઈ દસ્તાવેજ નહોતા. જેથી, ધાનેરા પોલીસે કારના ચેસીસ નંબર દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે આ કાર દિલ્હીથી ચોરાઈ હતી અને તેની ફરિયાદ પંજાબી બાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસે કારના મૂળ માલિકનો સંપર્ક કરીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે કાર ચોરીના આરોપમાં બાલોત્રા જિલ્લાના મડાવલા ગામના જગદીશ દેવાસીની ધરપકડ કરી છે. આ કાર્યવાહીથી ધાનેરા પોલીસે દિલ્હીમાં થયેલી કાર ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *