ધાનેરા: ભંગારના ગોડાઉનમાં આગ, ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી

ધાનેરા: ભંગારના ગોડાઉનમાં આગ, ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી

ધાનેરાના સામરવાડા ખેડતા ખેતરમાં આગની ઘટનાને ઘણો સમય નથી થયો ત્યાં ફરી ધાનેરાના નેનાવા રોડ પર આજે સવારે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટના ટી.એચ.ઓ. ઓફિસ નજીક બની હતી, જ્યાં ગોડાઉનમાં રાખેલ સામાન દહન થઈ ગયો. આગના કારણે અંદાજે 80 હજારથી વધુનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. આ ગટનાની જાણ રામભાઈ ને થતો જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી અને એક કલાકની સતત જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધી હતી. ફાયર ફાઇટરોની સમયસરની કામગીરીથી આસપાસના વિસ્તારોમાં આગ ફેલાતા અટકાવી મોટી નુકસાની થવાથી બચાવ થયો હતો.

આ ઘટનાને પગલે સ્થાનિક તંત્રએ ગેરકાયદેસર ગોડાઉન અંગે સઘન તપાસ શરૂ કરી છે. ભવિષ્યમાં આવી પરિસ્થિતિ પુનરાવૃત્ત ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગે નાગરિકોને અને વેપારીઓને સલાહ આપી છે કે તેઓ ગોડાઉનમાં ફાયર સેફ્ટી સાધનો રાખે, અગ્નિ નિવારણના નિયમોનું પાલન કરે અને અનધિકૃત રીતે સંચાલિત ગોડાઉનના મામલે તંત્ર સાથે સહકાર આપે.તેમ રામભાઇ એ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *