ધાનેરા પાલિકા કચેરી ખાતે છેલ્લા 10 દિવસથી જન્મ અને મરણના દાખલાં મેળવવા આવેલ અરજદારો માટે મુશ્કેલીનો માહોલ સર્જાયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી ફોર્મ નંબર 5 ની પૂરવઠા ન થવાથી દાખલાંની પ્રક્રિયા અટકી પડી છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો દાખલાં લેવા માટે કચેરી પહોંચે છે, પરંતુ ફોર્મની અછતને કારણે તેમને નિરાશ થતાં ધક્કાઓ ખાવા પડે છે. અરજદારો માટે આ પ્રક્રિયા વિઘ્નરૂપ બની રહી છે અને અનેક લોકો દિવસો સુધી દોડધામ કરવા મજબૂર બન્યા છે.
ફોર્મ ન હોવાના કારણે બીજું કોઈ વિકલ્પ ન હોવાથી અરજદારો અટવાઈ ગયેલા છે. આ સ્થિતિએ પ્રશ્ન ઊભો થાય છે કે સ્થાનિક તંત્રે આ સ્થિતિનો પૂર્વ અંદાજ લઇને પહેલેથી વ્યવસ્થા શા માટે ન કરી? જણાવાયું છે કે આ સમસ્યા માત્ર ધાનેરા સુધી સીમિત નથી, પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના અન્ય શહેરો અને તાલુકાઓમાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ છે. હવે આ બાબતે તંત્ર શું પગલાં લે છે અને ક્યારે સુધી ફોર્મ ઉપલબ્ધ થાય છે, એ જોવાનું રહ્યું. ચીફ ઓફિસરે જણાવે કે રાજ્ય સરકારે ફોર્મ છપાવવા આપેલ હોય, જે 17-04-2025 ના રોજ જિલ્લામાં આવશે. ફોર્મ આવ્યાની બાદ કામગીરી શરૂ કરવામાં આવશે.

