બ્રિજ નિષ્ણાતો દ્વારા બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું; મહેસાણા અને સાબરકાંઠા જિલકાને જોડતો એટલે કે વિજાપુરથી હિંમતનગર જવાનો પુલ કે જે દેરોલ ગામમાં આવેલો છે. ધરોઈ ડેમામાં વરસાદી પાણીની આવક અચાનક વધી જતાં ડેમના દરવાજા ખોલવાની નોબત આવી હતી જેના લીધે સ્ટેટ હાઈવે 55 પર દેરોલ ગામ નજીક સાબરમતી નદી પરનો બ્રિજ જુનો હોઈ તેના પર સદંતર વાહન વ્યવહાર બંદ કરવા માટે જાહેરનામુ બહાર પાડી ભારે વાહનો માટે બંધ કરવામાં આવેલ છે.
જે અનુસંધાને સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ બ્રિજ નિષ્ણાતની ટીમ દ્વારા મોબાઇલ બ્રિજ ઇન્સ્પેક્શન યુનિટના માધ્યમથી આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું જે અન્વયે બ્રિજ ઘણો જુનો હોઈ તથા જર્જરીત હાલતમાં હોઇ તેમજ હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદના લીધે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીમાં પુર આવેલ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. તેવામાં સ્થાનિક લોકો તથા પુલ પરથી પસાર થતાં રાહદારીઓ આ પૂરને જોવા તથા ફોટા પાડવા માટે બ્રીજ ઉપર ઊભા રહેતા હોવાથી ટ્રાફિકને અડચણરૂપ થતા હોવાથી લોકોના જાનમાલને નુકશાન ન થાય તેવા આશયથી લોકહીતમાં આ પુલને બંદ કરવામાં આવ્યો છે.
સાબરમતી નદીમાં સર્જાયેલી પુરની સ્થિતિ વચ્ચે દેરોલ પુલ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી જ્યાં સુધી નદીમાં પાણીનો પ્રવાહ સામાન્ય ન બને ત્યાં સુધી રોડ વપરાશ કર્તા લોકોની સલામતી ન જોખમાય તે માટે સદર બ્રિજ પરથી હાલમાં સદંતર ટ્રાફિક બંધ કરવામાં આવ્યો છે.

