બે પીકઅપ ડાલા, ૧૬૦૦ લીટર દૂધ, ચાર મોબાઈલ સહીત રૂ.૫.પ લાખનો મુદ્દામાલ કબજે; દુધ ચોરી પ્રકરણમાં દશ સામે ગુનો દાખલ
બનાસડેરીના અધિકારીઓ ઉંઘતા ઝડપાયા, શું તેઓ આ નેટવર્ક થી અજાણ હશે ? પ્રજામાં પુછાતો સવાલ
દીયોદરના એએસપી સુબોધમાનકર અને પોલીસ સ્ટાફ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળેલ કે બનાસડેરીના દુધના ટેન્કરમાંથી દુધ કાઢી અન્ય ખાનગી ડેરીમાં દુધનું વેચાણ થાય છે તે બાતમીના આધારે ભાભર ત્રણ રસ્તા પાસેથી વોચ ગોઠવી દીયોદર તરફથી આવતા બે પીકઅપ ગાડી રોકાવી તપાસ કરતાં સમગ્ર દુધનો કાળા કારોબારનો પર્દાફાશ થયો હતો.
દીયોદર પંથકમાંથી બનાસડેરીના દુધચોરીનો પર્દાફાશ; દુધ કાઢી ચોરી કરી દુધની જગ્યાએ ટેન્કરમાં પાણી ભેળવી દુધ લઈ ભાભર મુકામે મહાલક્ષ્મી ડેરી ખાતે આપવા જતાં પકડાઈ જઈ બંન્ને પીકઅપ ડાલામાં રહેલ લીટર ૧૬૦૦ જેની કીંમત રૂા.૯૬ હજાર તથા પ્લાસ્ટીકના સિન્ટેક્ષ નંગ-૩ તથા કેરબા નંગ-ર તથા કેન નં.ર, ની કિંમત રૂા.૧૪૦૦ તથા મોબાઈલ નંગ-૪ જેની કિંમત રૂા.૮૦૦૦ તથા પીકઅપ ડાલા નંગ-ર રૂા.ચાર લાખ મળી કુલ રૂા.પ,૦પ,૪૦૦ નો મુદામાલ કબજે કરેલ. તેમજ ચેતનભાઈ ઉર્ફે ચેલાભાઈ પટેલ રહે ભેસાણાએ બ્રેઝા ગાડી લઈ આવી દુધ ભરાવી તેમજ ટેન્કરના માલીક અલ્પેશભાઈ રબારી રહે.ધ્રાંડવ સાથે રહી દુધ ભરાવી તેમજ જીજે.૦૮.વાય.૮ર૩૯ ટેન્કના માલીક મહેશભાઈ રણછોડભાઈ ચૌધરી રહે.ઝઝામ, તથા ટેન્કરના ડ્રાઈવર કરશનભાઈ રમઝાનભાઈ પટેલ રહે.માડકા તથા ટેન્કરનં.જીજે.૦૮.વાય.૭પપપના માલીક સુરેશભાઈ ઈશ્વરભાઈ રબારી રહે.ભેસાણા તથા ટેન્કર ડ્રાઈવર મુકેશભાઈ ઠાકોર રહે.મીઠાએ ટેન્કરમાંથી દુધ કાઢી દુધની જગ્યાએ દુધમાં પાણી નાખી અને કાઢેલ દુધ રઘુરામ મહારાજ તથા શૈલેષ મહારાજ મહાલક્ષ્મી ડેરી ભાભરવાળાને વેચાણ આપનાર હોઈ બનાસડેરી તથા મંડળીમાં દુધ ભરાવતા ગ્રાહકો સાથે છેતરપીંડી કરી વિશ્વાસધાત કરેલ હોવાની ફરીયાદ ભાભર પોલીસ સ્ટેશનમાં ગુના રજી.નં.૨૩૧/૨૦૦૫ બીએનએસ કલમ ૩૦૫ (સી) ૩૧૬ (ર), ૩૧૬(પ), ૩૧૭(ર),૩૧૮(૪), ૬૧(ર), પ૪.૩(પ), મુજબની ફરિયાદ બનાસડેરી અધિકારી દલરામભાઈ અજમલભાઈ પટેલ દ્વારા નોધાવવામાં આવેલ છે. દશ આરોપીઓ સામે ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ચાર આરોપીઓને પકડી પાડયા છે અને અન્ય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
ટેન્કરમાં બે ત્રણ નળીઓ નાખી દુધને ખેંચવામાં આવતું; કહેવાય છે કે ટેન્કરના ઢાંકણા પાસે એક પટ્ટો મારવામાં આવે છે. જે ખોલતાં ટેન્કરમાં બે ત્રણ નળીઓ નાખી શકાય છે. અને દુધને ખેંચવામાં આવે છે. જ્યારે બીજી તરફ મોટર દ્વારા પાણી જેટલું દુધ ટેન્કરમાંથી કાઢવામાં આવ્યું હોય તેટલું જ ઠાલવવામાં આવે છે. ડેરીના ટેન્કરોમાં જીપીએસ સીસ્ટમ હોવા છતાં ટેન્કરો ફીક્સ રૂટ ચેન્જ કરી અવાવરૂ કેનાલ વિસ્તારમાં જઈ દુધ ટેન્કરોમાંથી ઠાલવી તેની જગ્યાએ પાણી ભરતા હતા. શું આની જાણ આજના ડીઝીટલ યુગમાં પણ ડેરીના અધિકારીઓ ને નહીં હોય..?
પકડાયેલા આરોપીઓ
લીલાભાઇ ચમનભાઈ ઠાકોર રહે. ધ્રાડવ તા. દિયોદર (પીકઅપ ડાલાનો ચાલક)
રજનીશભાઈ હીરાભાઈ ચૌધરી રહે. જજામ તા સાંતલપુર (ટેન્કર માલિકનો માણસ)
ભરતભાઈ પુનાભાઈ પરમાર રહે ભેસાણા તા દિયોદર પીકઅપડાલાનો ચાલક
આકાશ ઉર્ફે ભાવેશ શંકરભાઇ રબારી રહે સવાલા તા વિસનગર (ટેન્કર માલિકનો માણસ)
ફરાર આરોપીઓ
ચેતન ઉર્ફે ચેલાભાઈ પટેલ રહે ભેસાણા તા.દિયોદર
અલ્પેશ તેજાજી રબારી રહે ધ્રાડંવ તા દિયોદર
મહેશ રણછોડભાઈ ચૌધરી રહે ઝઝામ તા સાંતલપુર
સુરેશ ઈશ્વરભાઈ રબારી રહે ભેસાણા તા દિયોદર
કરશન રામસિંહભાઈ પટેલ રહે માડકા તા વાવ,
મુકેશભાઈ ઠાકોર રહે મીઠા તા ભાભર
તેમજ દુધ લેનાર મહાલક્ષ્મી દુધ ભાભરના માલિક રઘુરામ મહારાજ અને શૈલેષ મહારાજ રહે.ભાભર