100 વર્ષ જૂના ઓરડાથી વિદ્યાર્થીઓને જોખમ
પાટણ તાલુકાના સંખારી ગામની પ્રાથમિક શાળામાં જર્જરિત હાલતમાં રહેલા 14 ઓરડાઓ ઉતારી નવા બનાવવા માટે માગ ઉઠવા પામી છે અને આ મામલે પાટણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.રજુઆત મા જણાવ્યું છે કે,સંખારી પ્રાથમિક શાળામાં કુલ 14 ઓરડા અત્યંત બિસ્માર હાલતમાં છે. આમાં 5 પતરાવાળા અને 9 ધાબા વાળા ઓરડાનો સમાવેશ થાય છે.
પતરાવાળા ઓરડા આશરે 100 વર્ષ જૂના હોવાથી તેની દીવાલો સતત ખરતી રહે છે. જ્યારે ધાબાવાળા ઓરડાઓમાં ચોમાસા દરમિયાન પાણી ટપકવાની સમસ્યાસર્જાય છે.શાળાના આ ઓરડાઓ હાલ ભયજનક સ્થિતિમાં હોવાથી ત્યાં અભ્યાસ કરતા બાળકોના માથે જોખમ તોળાઈ રહ્યું છે. ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે આ તમામ ડેમેજ ઓરડાઓ પાડી નાખી તાત્કાલિક નવા ઓરડા બનાવવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.


