પાલનપુરમાં પર્યુષણ દરમિયાન કતલખાના બંધ રાખવાની માંગ

પાલનપુરમાં પર્યુષણ દરમિયાન કતલખાના બંધ રાખવાની માંગ

પાલિકા પ્રમુખ-ચીફ ઓફિસર ને કરાઈ રજુઆત; પાલનપુરમાં પર્યુષણ દરમિયાન કતલખાના અને વેચાણ બંધ રાખવાની માંગ સાથે શ્રી અધ્યાત્મ પરિવાર દ્વારા પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. જૈન સમાજ  જીવદયાને વરેલા સમાજ છે. જૈન સમાજની  લાગણી અને માંગણીને ધ્યાનમાં  લઈ જૈનોના પવિત્ર તહેવાર પર્યુષણ પર્વના દિવસો દરમિયાન ચાલતા કતલખાના બંધ રાખવા પરમ પુજ્ય પન્યાસ રાજદર્શન વિજય મહારાજ ની પ્રેરણાથી અધ્યાતમ પરીવાર તેમજ પાલનપુર જૈન સમાજ દ્રારા પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનલાલ સોલંકી અને નગર પાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં પર્યુષણ પર્વના દિવસો દરમિયાન કતલખાના તેમજ લારી તેમજ બીજી શહેરમાં ચાલતી જીવ હિંસા ની પ્રવૃતિઓ બંધ રખાવવાની માંગ કરાઈ હતી. અધ્યતમ પરીવાર સાથે જોડાયેલ જયંતીભાઈ શાહ, જૈન સોશિયલ ગ્રૂપ પ્રમુખ પ્રતિકભાઇ દોશી, જૈન મિત્ર મંડળના જયંતિભાઈ શાહ, સુરેશભાઈ, રમેશમામા, લલીતભાઈ ધામી, દેવેન્દ્રભાઈ રાવલ, મિલનભાઈ, ભાવેશભાઈ મયુરભાઈ વગેરે એ જૈન સમાજ ના પવિત્ર પર્વ માં કતલખાના બંધ રાખવા રજુઆત કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *