પાલનપુરના ધારાસભ્ય સમક્ષ કરાઈ રજુઆત; પાલનપુરના આબુ હાઇવે પર પાલનપુર તાલુકાના એગોલા અને મોરિયાના ગ્રામજનો દ્વારા ધરાસભ્યનો સત્કાર સમારોહ યોજાયો હતો. જેમાં મોરીયાથી એંગોલા જતા કાચા માર્ગને પાકો રોડ બનાવવાની માંગ કરાઈ હતી. પાલનપુરના ધારાસભ્ય અનિકેત ભાઈ ઠાકરનો મોરીયા અને એંગોલા ગામના ગ્રામજનો દ્વારા સત્કાર સમારોહ યોજાયો હતો.
જેમાં મોરિયા થી એગોલા જતા કાચા માર્ગ ને પાકો બનાવવા ધારાસભ્યને રજૂઆત કરાઈ હતી. ગામના સ્થાનિક સરપંચો સહિત મહિલાઓ દ્વારા પાકો માર્ગ બનાવવા અપીલ કરાઈ હતી. હાલમાં કાચા માર્ગ ને કારણે વિધાર્થીઓ, પશુપાલકો સહિત અવર જવર કરતા વાહન ચાલકો ને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. વરસાદમાં તો ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠે છે. ત્યારે આ કાચા માર્ગ પર પાકો રોડ બનાવવાની માંગ કરાઈ હતી.

