અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી
બનાસકાંઠા જિલ્લાના નિવૃત્ત એસટી કર્મચારી દ્વારા પેન્શનના વધારાને લઇ તમામ કર્મચારીઓ એકત્ર થયા હતા અને હાયર પેન્શનની માંગ કરવામાં આવી છે. એસટી વિભાગના નિવૃત્ત કર્મચારીઓને 1200 થી 1,500 રૂપિયા સુધીનુ પેન્શન મળે છે જે આજના સમયે કર્મચારીઓને પોતાનું ઘર ચલાવવું પણ મુશ્કેલ પડી રહ્યું છે તો સરકાર દ્વારા હાયર પેન્શન લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે નવા વર્ષમાં તમામ નિવૃત કર્મચારીઓ એકત્ર થયા હતા.- અને જો માગણી નહીં સુધારવામાં આવે તો આગામી દિવસોમાં સંગઠન દ્વારા જે નિર્ણય કરવામાં આવશે તે પ્રકારે ના કાર્યક્રમમાં આપવામાં આવશે.

