દિલ્હી હાઈકોર્ટ; ઐશ્વર્યા રાયના ફોટા અને વીડિયોનો ઉપયોગ પરવાનગી વિના કરી શકશે નહી

દિલ્હી હાઈકોર્ટ; ઐશ્વર્યા રાયના ફોટા અને વીડિયોનો ઉપયોગ પરવાનગી વિના કરી શકશે નહી

દિલ્હી હાઈકોર્ટે બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનના પક્ષમાં એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે તેમનું નામ, ફોટો કે તેમના વ્યક્તિત્વ સાથે જોડાયેલી વસ્તુઓનો તેમની પરવાનગી વિના કોઈપણ રીતે ઉપયોગ કરી શકે નહી.  દિલ્હી હાઈકોર્ટે એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનને મોટી રાહત આપી છે. કોર્ટે એક્ટ્રેસના અંગત અને વ્યક્તિત્વ અધિકારોનું રક્ષણ કરતી વખતે, તેમની અંગત છબી, ફોટા, સામગ્રી અને અવાજનો પરવાનગી વિના ઉપયોગને ગૌરવ સાથે જીવવાના અધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું છે. કોર્ટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ, ગૂગલ વગેરેને નોટિસ જારી કરી છે અને એક્ટ્રેસની અરજીમાં હાજર જેના વિશે ફરિયાદ થઈ છે તે URL ને 72 કલાકની અંદર દૂર કરવા, ઇનએક્ટિવ કરવા અને બ્લોક કરવા માટે વચગાળાના નિર્દેશો આપ્યા છે.

કોર્ટે એમ પણ કહ્યું કે કોઈપણ વ્યક્તિની ઓળખ અને ગરિમા તેના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આવી સ્થિતિમાં, પરવાનગી વિના તેનો ઉપયોગ કરવો એ તેમના જીવન અને ગરિમાના અધિકારનું ઉલ્લંઘન છે. આ આદેશને વ્યક્તિત્વના અધિકારો અંગે એક મોટું પગલું માનવામાં આવે છે, કારણ કે આ પહેલા પણ ઘણી વખત સેલિબ્રિટીઓએ તેમની ઓળખના દુરુપયોગની ફરિયાદ કરી છે.  નોંધનીય છે કે, ઐશ્વર્યા રાયે મંગળવારે દિલ્હી હાઈકોર્ટમાં પર્સનાલિટી રાઇટ્સ માટે અરજી દાખલ કરી હતી. એક્ટ્રેસના વકીલ એ એવી વેબસાઇટ્સ વિશે જણાવ્યું હતું જે પોતાને સત્તાવાર પ્લેટફોર્મ હોવાનો દાવો કરીને ઐશ્વર્યાના નામ અને તેની તસવીર સાથે મગ, ટી-શર્ટ અને પીણાના ઉત્પાદનો સહિત ઘણી અનધિકૃત વસ્તુઓ વેચી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *