દિલ્‍હી એરપોર્ટ વિશ્વનું નવમું સૌથી વ્‍યસ્‍ત : વર્ષે ૭.૭૦ કરોડ મુસાફરો પ્રવાસ કરે છે

દિલ્‍હી એરપોર્ટ વિશ્વનું નવમું સૌથી વ્‍યસ્‍ત : વર્ષે  ૭.૭૦ કરોડ મુસાફરો પ્રવાસ કરે છે

વિશ્વના ૨૦ સૌથી વ્‍યસ્‍ત એરપોર્ટની યાદીમાં અમેરિકાનું એટલાન્‍ટા એરપોર્ટ ટોચ પર છે, જેણે ૧૦.૮૦ લાખ મુસાફરોને મુસાફરી કરાવી : બીજા નંબર પર દુબઈ એરપોર્ટ પરથી ૯.૨૩ લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી

રાજધાની દિલ્‍હીનું ઇન્‍દિરા ગાંધી આંતરરાષ્‍ટ્રીય વિમાનમથક ૨૦૨૪માં વિશ્વનું નવમું સૌથી વ્‍યસ્‍ત એરપોર્ટ બન્‍યું છે. એરપોર્ટ કાઉન્‍સિલ ઇન્‍ટરનેશનલના  અહેવાલમાં જણાવાયું છે કે, ૨૦૨૪માં ૭.૭ કરોડથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. ગયા વર્ષે એરપોર્ટ પર વિમાનોની અવરજવરની સંખ્‍યા ૪,૭૭,૫૦૯ પર પહોંચી ગઈ. વિશ્વના ટોચના સૌથી વ્‍યસ્‍ત એરપોર્ટની યાદી અનુસાર, દિલ્‍હી એરપોર્ટે ૨૦૨૪ માં ૭૭,૮૨૦,૮૩૪ મુસાફરોનું સંચાલન કર્યું. જે વર્ષ ૨૦૨૩ કરતા ૭.૮% અને વર્ષ ૨૦૧૯ કરતા ૧૩.૬%વધુ છે. એસીઆઇની યાદીમાં દિલ્‍હીનું ઇન્‍દિરા ગાંધી આંતરરાષ્‍ટ્રીય વિમાનમથક આ યાદીમાં દસમા ક્રમે હતું.

એરપોર્ટ કાઉન્‍સિલ ઇન્‍ટરનેશનલ દ્વારા વિશ્વના ૨૦ સૌથી વ્‍યસ્‍ત એરપોર્ટની યાદીમાં અમેરિકાનું એટલાન્‍ટા એરપોર્ટ ટોચ પર છે, જેણે ૧૦,૮૦,૬૭,૭૬૬ મુસાફરોને મુસાફરી કરાવી હતી. બીજા નંબર પર દુબઈ એરપોર્ટ પરથી ૯,૨૩,૩૧,૫૦૬ મુસાફરોએ મુસાફરી કરી હતી, જે બીજા નંબરે છે. ત્‍યારબાદ ત્રીજા સ્‍થાને અમેરિકાના ડલ્લાસ/ફોર્ટ વર્થ એરપોર્ટ પરથી ૮,૭૮,૧૭,૮૬૪ મુસાફરોએ પ્રવાસ કર્યો હતો.રિલીઝમાં જણાવાયું છે કે, વૈશ્વિક મુસાફરોનો ટ્રાફિક ૨૦૨૪માં ૯.૪ અબજ પ્રવાસીઓને વટાવીને નવી ઊંચી સપાટીએ પહોંચ્‍યો. જે વર્ષ ૨૦૨૩ કરતા ૮.૪%વધુ અને કોરોના રોગચાળા પહેલાના સ્‍તર કરતા ૨.૭%વધુ છે. ટોચના ૨૦ એરપોર્ટોએ એકલા ૧.૫૪ અબજ મુસાફરોનું સંચાલન કર્યું, જે વૈશ્વિક ટ્રાફિકના ૧૬% કબજે કરે છે.એરપોર્ટ્‍સ કાઉન્‍સિલ ઇન્‍ટરનેશનલના જણાવ્‍યા અનુસાર, ટોચના ૨૦ એરપોર્ટમાં અમેરિકાના છ એરપોર્ટનો સમાવેશ થાય છે.ટોચના દસ રેન્‍કિંગમાં અન્‍ય એરપોર્ટમાં જાપાનનું હાનેડા (ચોથું), યુકેનું લંડન હીથ્રો (પાંચમું), યુએસનું ડેનવર (છઠ્ઠું), તુર્કીનું ઇસ્‍તંબુલ (સાતમું), યુએસનું શિકાગો (આઠમું) અને ચીનનું શાંઘાઈ (દસમું) છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *