ડીસા દક્ષિણ પોલીસે ઓમ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં જુગાર રમતા 8 શખ્સોને ઝડપી પાડ્યાં..!

ડીસા દક્ષિણ પોલીસે ઓમ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં જુગાર રમતા 8 શખ્સોને ઝડપી પાડ્યાં..!

પોલીસની કડકાઇથી જુગારીયાઓમાં ફફડાટ ફેલાયો; હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં ઠેરઠેર જુગાર રમતા જુગારીયાઓ ઝડપાઈ રહ્યા છે. જેને લઇને પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. અને ઠેરઠેર દરોડા પાડી જુગાર રમતા જુગારીયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ચિરાગ કોરડીયા, (પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ) તથા અક્ષયરાજ મકવાણા (પોલીસ અધિક્ષક બનાસકાંઠા) એ દારૂ/જુગારના ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચનાના આધારે, સી.એલ.સોલંકી, (નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ) ના માર્ગદર્શન મુજબ,

વી એમ.ચૌધરી (પોલીસ ઈન્સપેક્ટર ડીસા શહેર દક્ષિણ પોલીસ) પોલીસ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે, ડીસા ચંદ્રલોક રોડ પરના ઓમપ્લાઝા કોમ્પલેક્ષના ત્રીજા માળે દાદરની સામે ખુલ્લી જગ્યામાં જાહેરમાં ગંજીપાના વડે તીન પત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમાય છે.તેથી દરોડો પાડી તમામની અંગ ઝડતીમાથી રોકડા રૂપીયા-૧૨૧૦૦/- તથા પટમાંથી રોકડા રૂ.૨૯૩૦/- મળી કુલ રોકડા રૂ.૧૫૦૩૦ /- તથા ગંજી પાના નંગ પર કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂ.૧૫૦૩૦/ ના મુદ્દામાલ સાથે આઠેય આરોપીઓને પકડી પાડી ગણનાપાત્ર જુગારનો કેશ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી.દક્ષિણ પોલીસે જુગાર રમતા જુગારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાતાં જુગારીયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *