દિપક 2014થી 2017 સુધી યુવા મોરચામાં મંત્રી; ડીસામાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયા છે. આ કેસના મુખ્ય આરોપી દીપક મોહનાનીનું ભાજપ સાથેનું જોડાણ સામે આવ્યું છે.
આ બ્લાસ્ટ કાંડનો દીપક મોહનાની વર્ષ 2014થી 2017 સુધી ડીસા શહેર યુવા ભાજપ સંગઠનમાં મંત્રી પદે રહ્યા હતા. તે સમયે શહેરમાં રથયાત્રા અને દિવાળી શુભેચ્છાના ભાજપના બેનરોમાં તેમનો ફોટો છપાતો હતો. હાલમાં તેઓ ભાજપના પ્રાથમિક સભ્ય હોવાની બાબત પણ સામે આવી રહી છે. આ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. થોડા સમય પહેલા દીપકની ફેક્ટરી-ગોડાઉનની તપાસ કરવા ગયેલી તંત્રની ટીમ પર ભાજપના એક યુવા નેતાએ દબાણ કર્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. 21 લોકોના મોતના આ કેસમાં તપાસ ટીમની રચના કરવામાં આવી છે. અધિકારીઓ પર દબાણ કરનાર યુવા નેતાની ઓળખ અને તેની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ તેવી માંગ ઊઠી છે. લોકોનું કહેવું છે કે જો આ નેતા દોષી સાબિત થાય તો તેને પણ સજા થવી જોઈએ. આ રીતે જ અધિકારીઓ નેતાઓના દબાણ વગર નિષ્પક્ષ કામગીરી કરી શકશે.
દિપક સિંધીનું ભાજપ સાથે કોઈ કનેક્શન નથી; કીર્તિસિંહ વાઘેલા
ભાજપનો સક્રિય સભ્ય પણ નથી કે કોઈ હોદ્દા પર પણ નથી; ડીસામાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટના મુખ્ય આરોપી દીપક મોહનાની ભાજપ સાથે જોડાયેલો હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. તેવામાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓ એક વિડીઓમાં ડીસા અગ્નિકાંડના મુખ્ય આરોપી દિપક સિંધીના ડીસા યુવા ભાજપના પૂર્વ મંત્રી હોવાના વાયરલ પોસ્ટરને લઇ સ્પષ્ટતા કરતા જણાવી રહ્યા છે કે દિપક સિંધી ભાજપ સાથે જોડાયેલો નથી. તે ભાજપનો સક્રિય સભ્ય પણ નથી કે કોઈ હોદ્દા પર પણ નથી. કઈ પાર્ટીનો સભ્ય છે કે નહીં એ હું નથી કહેતો પરંતુ ભાજપનો સભ્ય તો નથી જ…જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે કોંગ્રેસ સાથેના પણ પોસ્ટર ચાલે છે. તે કઈ પાર્ટીનો સભ્ય છે કે નહીં એ હું નથી કહેતો પરંતુ ભાજપનો સભ્ય તો નથી જ…જૂનું પોસ્ટર સાચું કે ખોટું તે કહેવા પર પણ પ્રમુખ કીર્તિસિંહએ ભાજપનો સભ્ય ન હોવાનું રટણ દોહરાવ્યુ હતું.