પાટણ ખાતે નારી સંમેલનમાં રાજ્ય કક્ષાએ સિદ્ધિ મેળવનાર દિકરીઓને સન્માનિત કરાઈ

પાટણ ખાતે નારી સંમેલનમાં રાજ્ય કક્ષાએ સિદ્ધિ મેળવનાર દિકરીઓને સન્માનિત કરાઈ

ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને પાટણ જિલ્લા પંચાયતના સયુંક્ત ઉપક્રમે મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભારતીબેન ચૌધરીના અધ્યક્ષ સ્થાને ડો.બાબા સાહેબ આંબેડકર હોલ પાટણ ખાતે ગુરુવારે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

નારી સંમેલનમાં મહિલાઓ માટેની ઊંડી સમજ ધરાવતા નિષ્ણાત મહિલાઓ અને તજજ્ઞો દ્વારા સરળ સમજ આપવામાં આવી હતી. જ્યારે રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર દિકરીઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. મહિલાઓમાં નારી અદાલત,મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓ અને બાળલગ્ન ન કરવા અંગે તજજ્ઞો દ્રારા જાણકારી આપીને શપથ લેવડાવ્યા હતા. તેમજ દીકરી વધામણી કીટ અને આંગણવાડીમાં સરસ કામગીરી કરનાર બહેનોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવ્યાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *