એવરેજ ભાવ મણે રૂ 1500 થી 1800 સુધીના જોવા મળ્યા; ઊંઝા ગંજબજારમાં ધાણાની આવકો પણ શરૂ થઈ છે. ધાણાની દૈનિક 3500 થી 4000 હજાર સુધીની આવકો જોવા મળી રહી છે. જ્યારે ભાવમાં મણે રૂ 1350 થી રૂ 2600 સુધીના જોવા મળ્યા હતા. નીચો ભાવ મણે રૂ 1100 થી 1300 સુધીનો જોવા મળ્યો હતો. ધાણાની વધતી આવકોને લઈ ઊંઝા ગંજબજારમાં ધાણાના ઢગલા ખડકાયા છે.
ધાણાના સારા માલના મણે રૂ 1350 થી 2600 સુધીના ભાવ જોવા મળ્યા હતા. જ્યારે નીચો ભાવ રૂ 1100 થી 1300 સુધીના જોવા મળ્યા છે. ઊંઝા ગંજબજારમાં સૌરાષ્ટ કાઠિયાવાડ પંથકમાંથી ધાણાની આવકો થઈ રહી છે. આ ઊપરાંત પાટણ તાલુકાના સાંતલપુર પંથકમાંથી ભરપૂર આવકો જોવા મળી રહી છે. વેપારીઓના મતે માર્ચ મહિનામાં ધાણાની સિઝની ભરપૂર આવકો જોવા મળશે.