બનાસકાંઠા જિલ્લાના ડીસાના મહાદેવીયા ગામેથી એલસીબી દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ડુપ્લીકેટ નોટો છાપતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મળેલી બાતમીના આધારે ગત મોડી રાત્રે એલસીબીએ રેડ કરી હતી અને સ્થળ પરથી અંદાજે 40 લાખ રૂપિયાથી વધુની 1ડુપ્લીકેટ નોટોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ફેક્ટરીમાંથી બે આરોપીઓને એલસીબીએ ઝડપી પાડ્યા છે, જેમણે ડુપ્લીકેટ નોટો છાપવાનો કબૂલ કર્યો છે. હાલમાં નોટોની ગણતરીનું કામ ચાલુ છે. એલસીબીની આ કાર્યવાહી બાદ જિલ્લામાં ચકચાર મચી ગઈ છે અને ટૂંક સમયમાં જિલ્લા પોલીસ વડા પ્રેસ કોન્ફરન્સ કરશે તેવી માહિતી મળી છે.


