મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવણી અંતર્ગત સાયકલ રેલી યોજાઈ

મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવણી અંતર્ગત સાયકલ રેલી યોજાઈ

સાંસદ, ધારાસભ્ય અને કલેકટરે સાયકલ રેલીને લીલી ઝંડી આપી; રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા દર વર્ષે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતીના સન્માનમાં 29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે આ વર્ષે ‘હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન, ખેલે ભી ઔર ખીલે ભી,’ થીમ અંતર્ગત આજરોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ, મહેસાણા ખાતે સાયકલ રેલી યોજાઇ હતી.

આ સાયકલ રેલીમાં મહાનુભાવોએ ભાગ લઈ સાયકલ સવારોનો ઉત્સાહ વધાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સાયકલ રેલી મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી તોરણવાળી માતાનો ચોક, આઝાદ ચોક, પરા ટાવર, ધોબીઘાટ, ગાયત્રી મંદિર, જી.ઇ.બી, સોમનાથ ચોકડી અને બિલાડી બાગ થઈને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરત ફરી હતી. જ્યાં ઉપસ્થિત મહાનુભાવો અને સાયકલ રેલીમાં ભાગ લેનાર તમામે ફીટ ઇન્ડિયા અંતર્ગત શપથ લીધા હતા. આ સાયકલ રેલીમાં નિવાસી અધિક કલેકટર જશવંત કે. જેગોડા, મહેસાણા પ્રાંત અધિકારી ઉર્વીશ વાળંદ, જિલ્લા પુરવઠા અધિકારી બીરેન પટેલ, જિલ્લા રમત ગમત અધિકારી વિરલ ચૌધરી, સાયકલ ક્લબના સભ્યો સહિત પોલીસ કર્મીઓ અને વિધાર્થીઓ સહભાગી બન્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *