રૂ.3.64 કરોડની માતબર રકમ પરત અપાવતી સાઇબર ક્રાઈમ પોલીસ; બનાસકાંઠા જિલ્લામાં સાઇબર ફ્રોડના બનાવો વધતા જાય છે. ઓન લાઇન ઠગાઈના વધતા જતા કેસોને લઈને બનાસકાંઠા સાઇબર ક્રાઈમ પોલીસ સાઇબર ક્રાઈમના ગુના અટકાવવા લોક જાગૃતિ કેળવવાના પ્રયાસો કરી રહી છે. સાઇબર ક્રાઈમ પોલીસે છેલ્લા 2 વર્ષમાં 3.64 કરોડની માતબર રકમ પરત અપાવી છે.
આજના મોબાઈલ યુગમાં ઓન લાઇન છેતરપિંડીના બનાવો વધતા જાય છે. લોકો સાઇબર ફ્રોડ નો ભોગ બની રહ્યા છે. અને પોતાના પરસેવાની કમાણી ગુમાવી રહ્યા છે. ત્યારે સાઇબર ક્રાઇમના વધતા જતા ગુનાઓને અટકાવવા સાઇબર ક્રાઈમ પોલીસ સતર્ક બની છે. સાઇબર ક્રાઇમનો ભોગ બનેલી વ્યક્તિઓ ને ઓનલાઈન ફરિયાદ નોંધાવવા પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે. જેને લઈને 2023 માં 435 કેસ નોંધાયા હતા. જ્યારે 2024 માં 1862 કેસ નોંધાયા હતા. જે કેસોમાં લોકોની અંદાજે રૂ.3.64 કરોડ ની રકમ સલવાઈ હતી. જોકે, સાઇબર ક્રાઈમ પોલીસના પ્રયાસોથી લોકોને રૂ.2,82,86,556/ ની રકમ પરત અપાવવામાં સફળતા મળી છે. સાઇબર ક્રાઈમ પોલીસ દ્વારા સાઇબર ક્રાઈમ અટકાવવા થઈ રહેલા પ્રયાસોને પીડિતોએ પણ આવકાર્યા હતા. લોકોએ સાઇબર ક્રાઈમ દ્વારા ફસાયેલા નાણાં પરત અપાવતા ખુશી વ્યક્ત કરી હતી.