સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા જિલ્લાની જનતાને સાયબર ફ્રોડના બનાવો બાબતે જાગૃત કરવાનું અભિયાન ચલાવવામાં આવે છે.જે અંતર્ગત દાંતીવાડા તાલુકાના સરદાર કૃષિ નગર દાંતીવાડા ખાતે આવેલ યુનિવર્સીટી ખાતે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં સાયબર ક્રાઇમ ટીમ, પાલનપુરના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ લુવા નાઓએ સાયબર ફ્રોડના બની રહેલ બનાવો બાબતે પ્રેઝન્ટેશન દ્વારા સુંદર માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું.
જેમાં નાણાંકીય છેતરપિંડીમાં OTP, ફેક વેબસાઇટ, ફીશીંગ લીંક, ATM ફ્રોડ, ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ/ટ્રેડીંગ, લોન એપ્લીકેશન, ઓનલાઇન જોબ ફ્રોડ, ઉપરાંત સોશિયલ મિડીયામાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ ટાસ્ક, કસ્ટમ ઓફિસર ફ્રોડ, આર્મીના નામથી ફ્રોડ, ન્યૂડ વિડીયોકોલ, ડીજીટલ એરેસ્ટ ઉપરાંત અન્ય બની રહેલ રોજીંદા બનાવો તેમજ સાયબર સિક્યુરિટી સંદર્ભે સ્ટ્રોંગ પાસવર્ડ કેવી રીતે સેટ કરવા અને એન્ડ્રોઇડ મોબાઈલ નો ઉપયોગ કેવી રીતે કરવો તે બાબતે ગમ્મત સાથે જ્ઞાન મળે તેવા રમુજી અંદાજમાં ખૂબ જ સુંદર માહિતી પુરી પાડી અને જો કોઇની સાથે સાયબર ફ્રોડનો બનાવ બને તો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નં.1930 ઉપર તાત્કાલિક કોલ કરીને કમ્પ્લેન નોંધાવવા વાકેફ કર્યા.આ સેમિનારમાં પાલનપુર રોટરેક્ટ ક્લબના હોદ્દેદારો તથા દાંતીવાડા યુનિવર્સીટીના તમામ ફેકલ્ટીના પ્રિન્સીપાલ, પ્રોફેસર અને કોલેજના આશરે ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ અને કાર્યક્રમને સફળ બનાવેલ.