ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામે ખેડૂતો દ્વારા મરચાંનું વાવેતર

ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામે ખેડૂતો દ્વારા મરચાંનું વાવેતર

આશરે 100 થી 150 વીઘા જમીનમાં મરચાની ખેતી : ઊંઝા તાલુકાના જગન્નાથ પુરા ગામના ખેડૂતો છેલ્લાં 25 વર્ષથી મરચાની ખેતી કરી રહ્યા છે. અંદાજીત 150 વીઘા જમીનમાં મરચાનું વાવેતર કરવામાં આવ્યું છે. અહીંના મરચા સિદ્ધપુર વિસનગર પાટણ સહિતના શાકભાજીના માર્કેટમાં ઠલવાય છે. જગન્નાથ પુરા ગામ મરચાની ખેતી માટે પંથકમાં જાણીતું બન્યું છે.

ઊંઝા તાલુકાના જગન્નાથ પુરા ગામના ખેડૂતો દ્વારા મરચાંનું વાવેતર કરવામાં મોખરે છે. તેઓએ અંદાજીત 100 થી 150 વીઘા જમીનમાં મરચાની ખેતી કરી મબલક આવક મેળવી રહ્યા છે. છેલ્લા 25 વર્ષથી ખેડૂતો મરચાની ખેતી સાથે સંકળાયેલા જોવા મળી રહ્યા છે. એક વિઘામાં મરચાનું ઉત્પાદન સરેરાશ 350 થી 400 મણ થાય છે. જૉકે ઉતારો ઓછો હોય કે કોઈ રોગ છોડમાં જોવા મળે તો એક વીઘા દરમિયાન 300 મણ ઉતારો જોવા મળે છે. હાલમાં મરચાંના મણે ભાવ રૂ 700 થી 800 સુધીનાં જોવા મળ્યા છે. મરચાની ખેતી કરતા ખેડૂતોને મોટાભાગે કોકડવા નામના રોગ અને વાયરસની મોટી ચિંતા છતાવે છે. હાલ જગન્નાથ પુરા ગામના મોટાભાગના ખેડૂતો મરચાની ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *