પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં થયેલા રેગિંગ કેસમાં મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. પાટણની સેશન્સ કોર્ટના જજ એમ.એ. શેખે બે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે. આ કેસમાં કુલ ૧૫ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આરોપીઓ માંથી પટેલ અવધેશ અને હિરેન પ્રજાપતિએ કેસમાંથી મુક્ત થવા માટે ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી જે અરજી નેસ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટરે વિજય બારોટની દલીલો ધ્યાને લઈને કોર્ટે બંને આરોપીઓની અરજી નકારી કાઢી છે.હવે આ કેસમાં તમામ ૧૫ આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવશે. આ નિર્ણય થી કેસની કાર્યવાહી આગળ વધશે અને આરોપીઓ સામે કાનૂની પ્રક્રિયા શરૂ થશે તેવું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
- September 3, 2025
0
242
Less than a minute
You can share this post!
editor

