બાસાણા મર્ચન્ટ કોલેજમાં આપઘાત મામલે કોંગ્રેસનું બે મહિને કલેકટરને આવેદન

બાસાણા મર્ચન્ટ કોલેજમાં આપઘાત મામલે કોંગ્રેસનું બે મહિને કલેકટરને આવેદન

મહેસાણામાં ઉર્વશી શ્રીમાળી આત્મહત્યા મામલે કોંગ્રેસ નેતા જીજ્ઞેશ મેવાણીની એન્ટ્રી થતા મુદ્દો ફરી ગરમાયો

આત્મહત્યા મામલે કોંગ્રેસ નેતાઓ રાજકીય રોટલા શેકતા હોવાનું લોખમુખે ચર્ચા; મહેસાણા જિલ્લામાં બહુચર્ચિત બનેલી બાસાણા મર્ચન્ટ કોલેજમાં અભ્યાસ કરતી ઉર્વશી શ્રીમાળી નામની વિદ્યાર્થીની આત્મહત્યા મામલે કોંગ્રેસ નેતા જીજ્ઞેશ મેવાણીની એન્ટ્રી થતા ઉર્વશીની આત્મહત્યાનો મામલો ફરી વિવાદમાં આવ્યો છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા આ મામલે નારા લગાવી રેલી યોજી ઉર્વશી શ્રીમાળીના પરિવારને સાથે રાખીને જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.

બાસણા મર્ચન્ટ કોલેજમાં અભ્યાસ કરતી ઉર્વશી શ્રીમાળી નામની દલિત સમાજની દીકરીના આપઘાત મામલે જીજ્ઞેશ મેવાણીના હસ્તે પરિવારને સાથે રાખીને મહેસાણા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જ્યાં કોંગ્રેસ પક્ષના સભ્યોની સંખ્યા જોઈને ચર્ચાઓ જોવા મળી હતી કે આ કોંગ્રેસ દ્વારા આયોજિત કરવામાં આવેલું છે કે પછી સમાજના આગેવાનો દ્વારા કારણ કે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ખેશ પહેરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

બાસાણા મર્ચન્ટ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉર્વશી શ્રીમાળીના પરિવાર ન્યાય અપાવવા અચાનક જ મેદાને આવેલા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની એન્ટ્રી થતા જ સૌ કોઈ આશ્ચર્ય પામી ગયા હતા. ત્યારે સવાલ એ ઉભો થાઉં છે કે આશરે બે મહિના જેટલો સમય વીતી ગયા પછી જ શા માટે જીજ્ઞેશ મેવાણીને આ બનાવ મામલે સામે આવવાની જરૂર જણાઈ?? મહેસાણા જિલ્લા કોંગ્રેસ કમિટીની આગેવાની હેઠળ યોજવામાં આવેલી ન્યાય રેલીમાં જીજ્ઞેશ મેવાણીએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને કહ્યું હતું કે મૃતક ઉર્વશીના પરિવારજનોને નહીં મળે તો અમે ઉચ્ચ કક્ષાએથી તેની તપાસ કરાવીશું અને જ્યા સુધી ન્યાઉ નહીં મળે ત્યાં સુધી આ બનાવને પગલે લડત ચલાવી આંદોલન કરીશું.

જીજ્ઞેશ મેવાણીએ ઉર્વશીના પરિવારને ન્યાય આપવા યોગ્ય અને ન્યાયિક તપાસ કરવા માટે માંગણી કરી છે તેમજ આત્મહત્યા કરવા દુસ્પ્રેરણ કરનારા બાસાણા મર્ચન્ટ કોલેજના ટ્રસ્ટીઓ અને અધ્યાપકોને જેલના સળિયા પાછળ ધકેલવા જીજ્ઞેશ મેવાણીએ લેખિત માંગ કરતું આવેદન આપ્યું છે. ઉર્વશી શ્રીમાળી આત્મહત્યા કાંડમાં આકરા મૂડમાં લડી લેવા જીજ્ઞેશ મેવાણીની તંત્રને ચેતવણી આપતા મહેસાણા પોલીસની કાર્યવાહી અને ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે જેની લેખિત અને મૌખિક રજુઆત માટે જિલ્લા પોલીસ અધિક્ષકને જાણ કરવાનું જણાવ્યું હતું. જીજ્ઞેશ મેવાણીએ આડકતરી રીતે મહેસાણા પોલીસની ભૂમિકાને શંકાશીલ ગણાવી ઉચ્ચ સ્તરે ફરી તપાસ કરવા અને ગમે તેવી રાજકીય લાગવગ ધરાવતા આરોપીઓને નહીં છોડવા માટે પોલીસ અધિક્ષક પાસે પણ માંગણી કરી છે.

જોકે ઉર્વશી શ્રીમાળીની આત્મહત્યા બાદ સાચા ન્યાય માટે વલખા મારતા તેના માતા પિતા અને પરિજનોએ પણ આ બનાવ સંદર્ભે જિલ્લા કલેકટરને લેખિત આવેદન આપી નવેસરથી આ મામલે જાત તપાસ કરી યોગ્ય ન્યાય અપાવવા જણાવ્યું હતું. અને જો તેમ છતાંય સાચો ન્યાય નહીં મળે તો પરિવાર સહિત આત્મવિલોપનની પણ ચીમકી આપી હતી. અને આ મામલે ત્વરિત તપાસના આદેશ કરી ફરીથી સમગ્ર કેસની યોગ્ય અને ન્યાયિક રીતે તટસ્થ તપાસ થાય તેવી માંગ કરતા જણાવ્યું હતું કે આતો અમારી દીકરી સાથે આવો બનાવ બન્યો કાલે ઉઠીને અન્ય કોઈ સમાજની દીકરી સાથે આવી ઘટના બનશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે???

મહેસાણા જિલ્લા કોંગ્રેસ કમિટી અને જીજ્ઞેશ મેવાણી દ્વારા ઉભા કરવામાં આવેલા આ રેલી રૂપી આયોજનમાં અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ વૈભવ ચાવડાએ જીજ્ઞેશ મેવાણી સમક્ષ રજુઆત કરતા તેમના જવાબથી સંતોષ ના મળતા નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દીકરીના બનાવને બને  આશરે બે મહિના જેટલો સમય થઈ ગયો છે અને હવે જીજ્ઞેશ મેવાણી જાગ્યા તો કેમ આટલો મોડો સમય મળ્યો જીજ્ઞેશ મેવાણીને કે પછી આ સમગ્ર મામલે કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે?? દીકરી માટે આટલું મોડું કેમ?? જ્યારે આટલો ગંભીર બનાવ બન્યો છે તો તેમને તત્કાલીક દીકરીના પરિવાર સાથે આવું જોઈએ એની જગ્યાએ સમગ્ર ઘટનાનું જ્યારે પિંડડું વળાઈ ગયું એ પછી જીજ્ઞેશ મેવાણી શા માટે સફાળા જાગીને દોડતા આવ્યા અને અચાનક જ ન્યાયિક તપાસની માંગ કરી છે?? કે જ્યાં કોર્ટ કેસ બાદ આરોપીઓના જામીન પણ થઈ ગયા છે ત્યારે પછી હવે આ મુદ્દે જીજ્ઞેશ મેવાણી અને કોંગ્રેસ પક્ષના નેતાઓ દલિત સમાજના નામે વોટ બેન્ક ખાતર પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે???

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *