પોલીસે ૭૨ લીટર દેશી દારૂ તેમજ ૨૦ લીટર વોશ સહિત કુલ રૂ. ૧૪૯૦૦ નો મુદામાલ જપ્ત કર્યો; વડગામ તાલુકાના મગરવાડા ગામે છાપી પોલીસે દેશી દારૂ નું વેચાણ કરતા બુટલેગરોના અડ્ડાઓ ઉપર દરોડા પાડ્યા હતા. જ્યારે પોલીસ અને મહિલા બુટલેગરો વચ્ચે ઝપાઝપી થતા ઉહાપોહ મચી ગયો હતો.પોલીસે એક સગીર સહિત કુલ નવ બુટલેગરો વિરુદ્ધ ફરિયાદ નોંધી એક ની અટકાયત કરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વો તેમજ બુટલેગરો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. છાપી પોલીસ દ્રારા મંગળવાર મોડી સાંજે મગરવાડા ગામે દેશી દારૂ ના અડ્ડાઓ ઉપર સામુહિક દરોડા પાડ્યા હતા.જ્યાં ત્રણ બુટલેગરો ના ત્યાંથી કુલ ૭૨ લીટર દેશી દારૂ તેમજ વિસ લીટર દારૂ બનાવવાનો વોશ કુલ કિંમત રૂ. ૧૪૯૦૦ નો મુદામાલ જપ્ત કરી અટકાયત પગલાં લેતા મહિલા બુટલેગરો અને પોલિસ વચ્ચે ઝપાઝપી થઈ હતી આ સમગ્ર ઘટના કેમેરા માં કેદ થઈ હતી. છાપી પોલીસે એક બુટલેગરની અટકાયત કરવા સાથે કુલ નવ લોકો વિરુદ્ધ ગુનો નોંધી અન્ય ની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે બે બુટલેગરો ના ગેરકાયદેસર વીજ કનેક્શન પણ કાપી દેવામાં આવ્યા હતા.
મકાનો ના સર્વે હાથ ધરવામાં આવ્યા; રાજ્ય પોલીસ વડાના આદેશ મુજબ વડગામ તાલુકા માં પણ અસામાજિક તત્વો તેમજ નશા નો કારોબાર કરતા તત્વો નું લિસ્ટ બનાવી મિલકતોની ખરાઈ કરી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરનારાઓની મિલ્કતો ઉપર બુલડોઝર ફેરવવાની પણ કવાયત હાથ ધરી હોવાનું છાપી પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
કોની કોની સામે ફરિયાદ નોંધાઇ
(૧) ભગવતીબેન ઉર્ફે ભઠ્ઠી રમેશભાઈ કંકોડિયા
(૨) સૂર્યાબેન ગોપાલભાઈ કંકોડિયા
(૩) મધુબેન કનુભાઈ કંકોડિયા
(૪) ધવલભાઈ રમેશભાઈ કંકોડિયા
(૫) આરતીબેન કનુભાઈ કંકોડિયા
(૬) મનોજભાઈ ગોપાલભાઈ કંકોડિયા
(૭) ભાવેશ રમેશભાઈ કંકોડિયા
(૮) પિન્ટુ ઉર્ફે ભાણો કંકોડિયા અને એક સગીર તમામ રહે.મગરવાડા તા.વડગામ