કુલ 15 જિલ્લાના 200 ખેલાડી ભાઈ-બહેનો કુસ્તી સ્પર્ધામાં ભાગ લેશે: ગુજરાત રાજ્ય કુસ્તી એસોસિએશન દ્વારા પાટણ રમત ગમત સંકુલ ખાતે બે દિવસીય રાજ્ય કક્ષાની કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો શનિવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો. બે દિવસ ચાલનાર આ કુસ્તી સ્પર્ધાના પ્રથમ દિવસે અંડર 15 ભાઈઓ – બહેનોની ફ્રી સ્ટાઇલ તેમજ ભાઈઓની ગિરકો રોમન સ્પર્ધા યોજાઈ હતી તો રવિવારે ભાઈઓની ફ્રી સ્ટાઇલ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં કુલ 15 જિલ્લાના 200 ખેલાડી ભાઈ- બહેનો ભાગ લઈ રહ્યા છે. સ્પૅધાના પ્રારંભ પ્રસંગે ગુજરાત રાજ્ય કુસ્તી એસોસિએશન ના પ્રમુખ વિજય કાર્પે, સિનિયર કોચ નઈમ અંસારી,રાજ્ય કુસ્તી એસોસિએશનના મંત્રી ગૌરાંગ રામી,જિલ્લા પ્રમુખ પ્રણવ રામી તેમજ રેફરી અને કોચ ઉપસ્થિત રહ્યા હતા.

- January 11, 2025
0
212
Less than a minute
You can share this post!
editor