હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિર્ટી ના એન.એસ.એસ શાખા દ્વારા પાટણ શહેરમાં ઉતરાયણમાં બીન ઉપયોગી દોરી એકત્ર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ટી.એસ.આર. કોમર્સ કોલેજ,પાટણ દ્વારા કોલેજ, પાલિકા બજાર,રેલ્વે સ્ટેશન,ખાડિયા- ગાયત્રી મંદિર સુધી અને શ્રી એન્ડ શ્રીમતી પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ,પાટણ દ્વારા કોલેજ કેમ્પસ,.આદર્શ,જૂના બસ સ્ટેન્ડ,બગવાડા,સુભાષ ચોક,ગાયત્રી મંદિર સુધી જયારે બી.ડી.એસ.આર્ટસ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ,પાટણ દ્વારા કોલેજ, ઊભી બજાર,બગવાડા,ગાયત્રી મંદિર સુધી અને શેઠ.એમ.એન સાયન્સ કોલેજ,પાટણ દ્વારા કોલેજ,યુનિવર્સિર્ટી રોડ,ટી.બી.ચોકડી, સિદ્ધપુર ચોકડી, ગરનાળું,ગાયત્રી મંદિર સુધી કોલેજોના કુલ ૮૦ સ્વયંસેવકો એ રૂટ પ્રમાણે બીન ઉપયોગી દોરી એકત્ર કરી પક્ષી બચાવવાનું સરાહનીય કાર્ય કર્યું હતું. કાર્યક્રમને અંતે એન એસ એસ કો ઓર્ડી. કમલેશ ઠક્કરે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે કીડીને કણ અને હાથીને મણ ની ચિંતા કરવા વાળી આપણી સંસ્કૃતિ હોવાથી આપણે સામાન્ય જીવોની પણ ચિંતા કરવી જોઈએ અને આ પ્રકારે એન એસ એસ માં સક્રિય રહીને કાર્ય કરવું જોઈએ તેવી પ્રેરણા આપી હતી.
- January 17, 2025
0
36
Less than a minute
You can share this post!
editor