બનાસકાંઠા જિલ્લાના હવામાનમાં અસ્થિરતા વચ્ચે મિશ્ર ઋતુનો અનુભવ
પ્રજાજનો માં ખાંસી શરદી તાવ જેવા લક્ષણો; બનાસકાંઠા જિલ્લામાં હવામાન સતત બદલાઈ રહ્યું છે, ત્યારે બદલાતા હવામાન વચ્ચે ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં પ્રમોશનની વરસાદ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવા પામી છે. તેના કારણે પશ્ચિમ ભારતના રાજસ્થાન ગુજરાત સહિતના પ્રદેશોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યોમાં પહાડો પરથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, પહાડો પર ભારે હિમવર્ષા પણ થઈ રહી છે.ઘણા રાજ્યોમાં વરસાદ પણ જોવા મળી રહ્યો છે.
જેની સીધી અસર ગુજરાતના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. જેના કારણે હવામાન સતત પલટો આવી રહ્યો છે. અચાનક વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. જ્યાં તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો, ત્યાં રાત્રી દરમિયાન અચાનક પારો ગગડવા લાગ્યો હવામાન વિભાગ મતે રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ રહ્યું છે, જેના કારણે ઉત્તરના કેટલાક રાજ્યોમાં વરસાદની શક્યતા અને તેની અસર હેઠળ ગુજરાતમાં પણ વાતાવરણ સતત બદલાતું રહેશે મિશ્ર ઋતુનો અનુભવ જોવા મળી શકે છે.
બનાસકાંઠા જિલ્લામાં પણ રાત્રીના તાપમાનમાં ઘટાડો થયો; છેલ્લા કેટલાક દિવસોથી દિવસની રાત્રીનું તાપમાનમાં વધારો નોંધાયો તો પરંતુ શનિવારની રાતે દરમિયાન બનાસકાંઠા જિલ્લાના તાપમાનમાં 2.3 ડિગ્રીના ઘટાડા સાથે ૧૬.૩ ડિગ્રી નોંધાયો હતો. જેના કારણે કેટલાક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન પણ ઠંડીનો અનુભવ થવા લાગ્યો હતો જોકે મહત્તમ તાપમાન જળવાઈ રહેતા દિવસે લોકો ડબલ ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે.
દેશ ના કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના; દેશના પૂર્વીય ભાગોમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે આજે ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના ગંગા ક્ષેત્રમાં મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું કે આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. આને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. ઉપરાંત, હવામાન વિભાગે છત્તીસગઢ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલય માટે યલો એલર્ટ જારી કર્યું છે. આ રાજ્યોમાં પણ હળવા વરસાદની આગાહી જારી કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં મિશ્ર ઋતુના અનુભવને લઈ લોકો ખાંસી શરદી અને તાવના સંકજામાં; શિયાળાની વિદાય અને ઉનાળાનું આગમન થવા જઈ રહ્યું છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર પડી રહે છે જેથી લોકોમાં ખાંસી શરદી અને તાવ ના લક્ષણો જોવા મળી રહ્યા છે.