પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂપિયા ૪.૨૨ કરોડના કામો પૂર્ણ કરાયા
ઉત્તર ગુજરાતના વડનગર સ્થિત અને પૌરાણિક મહત્વ ધરાવતા હાટકેશ્વર મહાદેવના મંદિરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દર્શન પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભક્તિભાવ પૂર્વક કર્યા હતા. હાટકેશ્વર મંદિરનો સ્વદેશ દર્શન યોજના અને હેરિટેજ સર્કિટ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, મંદિર પરિસરમાં યાત્રી સુવિધા વિકાસના પ્રથમ તબક્કાના રૂપિયા ૧૮ કરોડના કામો અને બીજા તબક્કામાં રૂપિયા ૪.૨૨ કરોડના અનુદાનથી ગર્ભ ગૃહ, સભામંડપ, શિખર તથા યજ્ઞશાળા અને સ્વાગત કેન્દ્રના કામો પૂરા થયા છે. ગુજરાત પ્રવાસન નિગમે તાજેતરમાં જ રૂપિયા ૫.૫૩ કરોડના ખર્ચે હાટકેશ્વર મંદિરના ઐતિહાસિક અને પૌરાણિક મહત્વને પ્રસ્તુત કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ કાર્યરત કર્યો છે.

