મહેસાણા મહાનગરપાલિકા દ્વારા રાધનપુર રોડથી બાયપાસ સુધી બુલડોઝરની કાર્યવાહી દ્વારા ગેરકાયદેસર દબાણનો સફાયો

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા રાધનપુર રોડથી બાયપાસ સુધી બુલડોઝરની કાર્યવાહી દ્વારા ગેરકાયદેસર દબાણનો સફાયો

મહેસાણા મહાનગરપાલિકામ જ્યારથી કમિશ્નરની નવ નિયુક્તિ થઈ છે ત્યારથી ફૂલ એક્શન મોડમાં એક પછી એક કડક કાર્યવાહીઓ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી શહેરભરમાં દબાણનો અડિંગો જમાવીને બેઠાલા નાના મોટા વેપારીઓ અને ધંધાદાસરીઓ દબાણ બાબતે બેફામ બની ગયા હતા. ક્યાંક દાદાગીરીથી તો ક્યાંક રાજકીય લાગવગથી દબાણો કરેલા હતા. જ્યાં દિન પ્રતિદિન ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓ ભયંકર હદે વકરી હતી. જેના કારણે આવન જાવન કરતા રાહદારીઓ અને મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી.

મહેસાણા મહાનગરપાલિકામાં કમિશ્નરે ધમાકેદાર એન્ટ્રી કરતાની સાથે તાબડતોબ એક્શન લેવાની શરૂ કરી દેતા શહેરભરના દબાણકારોમાં રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે. વર્ષોથી દબાણનો અડિંગો જમાવીને ફાંકા ફોજદારી કરતા વેપારીઓ સામે સત્તાધીશોએ લાલ આંખ કરી છે જે અનુસંધાને સમગ્ર શહેરના જુદ જુદા વિસ્તારોમાં સાગમટે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવતાં વેપારી આલમમાં સન્નાટો છવાઈ ગયો છે. જેમ સત્તા આગળ સાણપાણ નકામું હોય તે કહેવત આજે સાચી ઠરતી જણાય છે. ત્યારે પોતાના કરેલા દબાણો જાતે જ તોડતાં પણ લોકો જોવા માલ્યા હતાં.

ગત થોડા દિવસો અગાઉ શહેરના મોઢેરા રોડ પરના લારી, ગલ્લા અને રેકડીઓ વાળાના દબાણ હટાવવાની કામગીરી બાદ આજે મહેસાણા મહાનગરપાલિકાના કામિશ્નરના આદેશથી દબાણ શાખા દ્વારા રાધનપુર ચાર રસ્તાથી લઈને પાંચોટ બાયપાસ ચાર રસ્તા સુધીના તમામ દબાણો હટાવવાની કડકાઈપૂર્વકની કામગીરી વહેલી સવારથી હાથ ધરવામાં આવી હતી. મહેસાણા શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત રાધનપુર રોડ પર ચાર રસ્તાથી લઈને છેક બાયપાસ ચાર રસ્તા સુધીના દબાણોને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતાં સ્થાનિક વેપારીઓ, ડોક્ટરો તેમજ ટ્રાફિકમાં અડચણ રૂપ થતા લોકો ચોંકી ઉઠ્યા હતાં. દબાણ હટાવ ઝુંબેશમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે હેતુથી અગમચેતીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. ત્યારે પોલીસના સુરક્ષા કવચ હેઠળ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણો પરર બુલડોઝરની કાર્યવાહી કરી તે તમામ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા અને રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા.

સવાર સવારમાં જ હાથ ધરવામાં આવેલી દબાણ હટાવવાની પ્રક્રિયાથી દબાણ કર્તાઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો. રસ્તા વચ્ચે અડિંગઓ જમાવીને ઉભા રહેનારા વાહન ચાલકો રોજ બરોજ ટ્રાફિકમાં અડચણ રૂપ થતા હતાં તેઓ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવતા રોડ વચ્ચે વાહનો ઉભા રાખી મુસાફરો ભરતા વાહન ચાલકો પણ પોતાના વાહનો લઈને ત્યાંથી નાસી છૂટ્યા હતા. મહાનગરપાલિકાના કમિશ્નરના આદેશ બાદ હરકતમાં આવેલા દબાણ શાખાના અધિકારીઓ પણ જાણે કે શરમ છોડીને દોડતા થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મેંગા ડીમોલેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવતા જ ચારેય બાજુએ ચિક્કાર ટ્રાફિક જામી ગયું હતું. જ્યાં નજીકના દવાખાનેથી દર્દીને લઈને નીકળેલી એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિકમાં અટવાઈ જતાં લાંબા સમય બાદ પોલીસ દ્વારા તેને રસ્તો કરી આપવામાં આવ્યો હતો.

હાઈવેના દબાણ હટાવતાં કમિશ્નરને શહેરની અંદરના દબાણો કેમ નથી દેખાતાં? વર્ષોથી શહેરના બજારોમાં દાદાગીરી અને લાગવગથી દબાણ કરીને બેઠેલા વેપારીઓના દબાણો પર બુલડોઝર કાર્યવાહી થવી જોઈએ તેવા સુર હાઈવે પરના દબાણકારોના સાંભળવા મળ્યા હતા. વર્ષોથી શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ ખુદ નગરપાલિકાની આજુબાજુના વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં દબાણોનો રાફડો ફાટેલો જોવા મળી રહ્યો છે ત્યારે સવાલ એ થાય છે કે મહાનગરપાલિકાના નવ નિયુક્ત કમિશ્નરને ફક્ત હાઈવે વિસ્તારના જ દબાણ કેમ દેખાયા?? શહેરની અંદર સાંઠગાંઠીયા અને લાગવગીયા દબાણકરોના દબાણો કેમ નથી દેખાતા?? તેમના દબાણો પર પહેલાં બુલડોઝર કાર્યવાહી કરીને શહેરના આંતરિક રસ્તાઓ કેમ ખુલ્લા કરવામાં ન આવ્યા અને સીધા હાઇવે વિસ્તારના દબાણો પર બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યા???

શહેરના સાંઠગાંઠીયા બિલ્ડરો અને ભુમાફિયાઓ પર બુલડોઝર ક્યારે ચાલશે??? મહેસાણા શહેર આમ તો વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તેવામાં વિકાસની જો વાત કરવામાં આવે તો જેતે સમયે નગરપાલિકા હતી તે સમયમાં મોઢેરા રોડ અને રાધનપુર રોડ પર નગરપાલિકા ટીપી શાખાના સત્તાધીશો દ્વારા આડેધડ મંજૂરીઓ આપી દઈ અનઅધિકૃત બાંધકામની પરવાનગી આપી હોવાથી  શહેરના આ બન્નેય વિસ્તારોમાં જ્યાં ને ત્યાં રાહેણાંકની સ્કીમો અને કોમ્પ્લેક્સ બનાવવામાં હરણફાળ વિકાસ કરવામાં આવ્યો છે, જેમાં નગરપાલિકા વખતના કહેવાતા સત્તાધીશોનો મહત્વનો સિંહફાળો રહ્યો છે. અત્રે નોંધનીય છે કે સામાન્ય વેપારીઓના નાના મોટા દબાણો પર જો બુલડોઝર ફેરવીને તોડી પાડવાની કાર્યવાહી થતી હોય તો ગેર રીતીથી પરવાનગી મેળવીને બનાવેલા આ બધા બિલ્ડરોના ગેરકાયદેસર બાંધકામો પર મહાનગરપાલિકાના કમિશ્નર કે દબાણ શાખાનું બુલડોઝર ક્યારે ચાલશે??? કે પછી લાગવગીયા અને સાંઠગાંઠીયા બિલ્ડરો અને ભુમાફિયાઓને છાવરવામાં આવશે???

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *