પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા સાથે અંદાજિત 2400 જેટલો સ્ટાફ તૈનાત કરાયો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુરૂવાર થી ધો.10 અને ધો.12 ની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો.
પાટણ જિલ્લામાં બે ઝોન માં ધોરણ10 ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા ધો 10ની પરીક્ષા શરૂ થવાના અડધો કલાક પહેલાં વિદ્યાર્થીઓને વગૅ ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને પ્રથમ દિવસે જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી,પાટણ એક્ટિવ ગ્રુપ સહીત શિક્ષકો દ્વારા વિધાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબ આપી સાકરથી મોં મીઠું કરાવીને શુભેચ્છાઓ સાથે આવકારવામાં આવ્યા હતા.તો વિદ્યાર્થીઓ કોઈ સાહિત્ય સાથે લાવ્યા નથી ને એ ચેક કરી ને તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
પાટણ જિલ્લાની જે શાળાઓમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે તે તમામ શાળાઓના બ્લોકમાં સીસીટીવી કેમેરા ની દેખરેખ હેઠળ પરીક્ષા લેવામાં આવી હતી.પરીક્ષા સેન્ટર બહાર પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ને મુકવા માટે આવેલ વાલીઓનો જમાવડો જોવા મળ્યો હતો .અને પરીક્ષા સમય દરમ્યાન વાલીઓ પણ બહાર બહાર બેઠલા જોવા મળ્યા હતા.જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે,ધોરણ 10 અને ધોરણ 12 ની જાહેર પરીક્ષા નો શુભારંભ થયો છે.
સમગ્ર રાજ્યની જેમ પાટણ જિલ્લામાં પણ પ્રથમ દિવસે સવારે 10 કલાકે એસ.એસ.સી.મા ગુજરાતી વિષયની પરીક્ષા સાથે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો .તો બપોરે 3 કલાક થી એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન જયારે. એચ.એસ. સી.સામાન્ય પ્રવાહમાં અર્થ શાસ્ત્ર ની પરીક્ષા લેવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.