5 કેન્દ્રોમાં ધોરણ 10અને 12ના મળી 1860 વિધાર્થીઓ પરીક્ષા આપશે; ઊંઝા શહેરમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ઊંઝા જીમ કન્યા વિધાલય ખાતે પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ અપાયો હતો. જ્યારે જી.એલ પટેલ હાઈસ્કૂલ ખાતે લાયન્સ ક્લબ દ્વારા ગળ્યું મોઢું કરાવી શુભેરછાઓ પાઠવી હતી.
ઊંઝા શહેરમાં આવેલ જીમ કન્યા વિધાલય, શેઠ એમ આર એસ હાઈસ્કુલ, નવજીવન વિધા મંદિર, જી એલ પટેલ હાઈસ્કુલ, કે એલ પટેલ હાઈસ્કુલમાં વિદ્યાથીઓ પરીક્ષા કેન્દ્ર છે. ધોરણ 10ની પરીક્ષામાં કુલ 44 બ્લોકમાં 1185 વિદ્યાથીઓ પરીક્ષા આપી હતી. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 16 બ્લોકમાં 473 વિદ્યાથીઓ પરીક્ષા આપી હતી. આ ઉપરાંત શેઠ એમ.આર.એસ હાઈસ્કુલ ખાતે 11 બ્લોકમાં 202 વિદ્યાથીઓ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપશે. ઊંઝા કુલ 5 કેન્દ્રોમાં ધોરણ 10 અને 12ના મળી 1860 વિદ્યાથીઓ પરીક્ષા આપનાર છે.