અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના પાલડી ગામમાં એક જ સમાજના બે જૂથો વચ્ચે અંગત અદાવતમાં થયેલી મારામારીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં કુલ સાત વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. ઘટના દરમિયાન બંને જૂથો વચ્ચે સામાજિક બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે બાયડના જીતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ ચિંતાજનક બાબત એ છે કે ઈજાગ્રસ્તોએ હોસ્પિટલમાં પણ આક્રમક વર્તન ચાલુ રાખ્યું હતું અને હોસ્પિટલની દીવાલને નુકસાન પહોંચાડ્યું હતું, જે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનો ગંભીર કેસ બને છે. બંને જૂથોએ અંબાલિયારા પોલીસ સ્ટેશનમાં એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે કુલ 28 વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટના જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિનું ઉદાહરણ બની છે.

- January 16, 2025
0
3,197
Less than a minute
You can share this post!
editor