મહેસાણામાં બુટલેગર દ્વારા યુવક પર થયેલા હુમલા બાદ તાત્કાલિક અસરથી શહેર પીઆઈની બદલી

મહેસાણામાં બુટલેગર દ્વારા યુવક પર થયેલા હુમલા બાદ તાત્કાલિક અસરથી શહેર પીઆઈની બદલી

મહેસાણા શહેરમાં બુટલેગર દ્વારા થયેલા પાટીદાર યુવક પર ના હુમલાની ટોક ઓફ ધી ટાઉન બનેલી ચકચારી ઘટના બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલના આદેશથી બેદરકારી દાખવવા બદલ શહેર પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેકટર કે બી પટેલની બદલી કરવાનો ઓર્ડર રાતોરાત છુટતા કે બી પટેલને મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈના ચાર્જ માંથી છુટ્ટા કરીને લિવિંગ રિઝર્વેશનમાં બદલી કરવામાં આવી છે.

મહેસાણા શહેરના પરા વિસ્તારમાં અંબાજી માતાજીના મંદિરની પાછળ રહેતા રમેશ મળી નામક દારૂના બુટલેગર દ્વારા પાટીદાર સમાજના એક યુવક પર છરીના ઘા ઝીંકી થયેલા જીવલેણ હુમલામાં પાટીદાર સમાજ સહિત સ્થાનિક રહીશો રોષે ભરાતા ધારાસભ્ય મુકેશભાઈ પટેલને લેખિત અને મૌખિક ફરિયાદ કરી હતી જેમાં અસામાજીક પ્રવૃત્તિ કરતાં અને સરકારી જમીન પર દબાણ કરી દારૂનો વેપાર કરતાં રમેશ મળી પર કડકમાં કડક કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવાની રૂબરૂ જઈને જાણ કરતાં જિલ્લા કલેકટર અને જિલ્લાના પોલીસ વડા દ્વારા યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવી હતી.

જેમાં શહેરમાં આવેલો પરા વિસ્તાર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવતો હોઈ આજ વિસ્તારમાં અસામાજીક તત્વો દ્વારા ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી ચપ્પાના ઘા મારી જીવલેણ હુમલો કરવાની ઘટના બની હોવાથી શહેરના એ ડિવિઝનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા કે બી પટેલ ને બેદરકારી દાખવા બદલ તાત્કાલિક અસરથી બદલી કરી દેવાનો ઓર્ડર છૂટ્યો હતો જ્યાં કે બી પટેલને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈના ચાર્જ માંથી મુક્ત કરીને લિવિંગ રિઝર્વેશનમાં મોકલી દેવામાં આવ્યા છે. અને તેમની જગ્યાએ હવે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગાઉથી જ લિવ રિઝર્વેશન પર રહેલા પીઆઈ પી એલ વાઘેલાને ચાર્જ સોંપવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *