પવિત્ર શ્રાવણ માસમાં કતલખાના બંધ રાખવાની અને લારીઓ બંધ રાખવા શહેર ભાજપની માંગ

પવિત્ર શ્રાવણ માસમાં કતલખાના બંધ રાખવાની અને લારીઓ બંધ રાખવા શહેર ભાજપની માંગ

શહેરી વિસ્તારના મામલતદાર ને લેખિતમાં રજુઆત કરવામાં આવી; પવિત્ર શ્રાવણ માસમાં પાટણ માં ચાલતાં કતલખાનાઓ સદંતર બંધ રાખવાની સાથે જાહેરમાં ઉભી રહેતી નોનવેજની લારીઓ પણ સંપૂર્ણ પણે બંધ રાખવાની માંગ સાથે ગુરૂવારે શહેર ભાજપ દ્વારા શહેરી વિસ્તારના મામલતદાર ને લેખિતમાં રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

શહેર ભાજપ દ્વારા શહેરી વિસ્તારના મામલતદાર બાગબાન ને કરેલ લેખિત રજૂઆત મા જણાવ્યું હતું કે આગામી તા.૨૫/૦૭/૨૦૨૫ થી હિન્દુઓના પવિત્ર ગણાતાં શ્રાવણ માસનો પ્રારંભ થઈ છે ત્યારે શ્રાવણ માસના સમયગાળા દરમિયાન પાટણ શહેર તથા હાઇવે રોડ ઉપર અને જાહેર માર્ગો ઉપર માંસાહાર (નોનવેજ) નું વેચાણ થતું હોઇ લોકોની ધાર્મિક લાગણી દુભાઈ નહી તે હેતુથી જાહેર માર્ગો પર કે શહેરના વિસ્તારો માં માંસાહાર (નોનવેજ) નું વેચાણ ના થાય તથા જાહેર રસ્તાઓ ઉપર કોઈ માંસાહાર (નોનવેજ) ના કતલખાના ચાલુ ના રહે તેની તકેદારી રાખવા તેઓએ જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *