મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાઓનું કરાશે ઉદ્દઘાટન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાઓનું કરાશે ઉદ્દઘાટન

સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક

અંબાજી ખાતે રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાઓનું આયોજન; આગામી તારીખ ૮ એપ્રિલ ૨૦૨૫ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ, અંબાજી ખાતેથી રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાઓનું ઉદ્દઘાટન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૨૫ એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરાશે. આગામી તા.૦૮/૦૪/૨૦૨૫ થી તા.૧૧/૦૪/૨૦૨૫ દરમ્યાન અંબાજી ખાતે રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાઓનું આયોજન કરાશે. જેમાં દેશભરના ૬૦૦થી વધુ મહિલા આર્ચરી રમતવીરો ભાગ લેશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ટુરીઝમ વિભાગના સંયુક્ત ઉપક્રમે આ આર્ચરી રમતોનું આયોજન કરાશે.

સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, પાલનપુર ખાતે સબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ સ્પર્ધામાં ખેલાડીઓ, મહાનુભાવો તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહેશે ત્યારે જિલ્લા કલેકટરએ તમામ વ્યવસ્થાઓ યોગ્ય રીતે થાય તે મુજબ અધિકારીઓને સૂચન કર્યું હતું.  આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, અધિક કલેકટર સી.પી.પટેલ, પ્રાંત અધિકારીઓ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *