બેસતા વર્ષ ની રાતે રૂ.૧ ,૫૫ લાખની ચોરી કરી હતી
ચોરી કરનાર આરોપી વડગામ ના માહી ના મહેંદીપુરા નો રહેવાસી હોવાનું બહાર આવ્યું
વડગામ તાલુકા ના છાપી હાઇવે ઉપર આવેલ ગ્રીનપાર્ક સોસાયટી ના મકાન માંથી શનિવાર રાત્રે રૂ. ૧,૫૫ લાખના મુદ્દામાલ ની ચોરી કરનાર ઇસમ ને છાપી પોલીસે મંગળવારે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
વડગામ તાલુકા ના છાપી હાઇવે ઉપર પીરોજપુરા એપ્રોચ રોડ ઉપર આવેલ ગ્રીનપાર્ક સોસાયટી માં રહેતા અલતાફભાઈ અયુબભાઈ સિપાઈ ના રહેણાંક મકાન માંથી બેસતા વર્ષ ના દિવસે કોઈ અજાણ્યા ઇસમ દ્રારા મકાન માંથી સોના , ચાંદી ના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂપિયા ૧ લાખ પંચાવન હજાર એકસો પુરા ના મુદ્દામાલ ની ચોરી કરી પલાયન થઈ જતા મકાન માલિકે છાપી પોલિસ મથકે ગુનો નોંધાવ્યો હતો .જેને લઈ છાપી પીઆઇ હીનાબેન વાઘેલા , હેડ.કોન્સ મુળરાજસિંહ ,સુરેશભાઈ ચૌધરી સહિત ની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી ટેક્નિકલ સર્વેલન્સ તેમજ બાતમીદારો ની મદદથી ચોરી કરનાર આરોપી તૌફિકખાન અયુબખાન પઠાણ રહે. મહેંદીપુરા ( માહી ) તાલુકો વડગામ ને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.