હિંમતનગરમાં વાતાવરણમાં પલટો : ઠંડી-ગરમીનો મિશ્ર અનુભવ

હિંમતનગરમાં વાતાવરણમાં પલટો : ઠંડી-ગરમીનો મિશ્ર અનુભવ

હવામાન વિભાગની આગાહી વચ્ચે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં ગુરુવારે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આકાશ વાદળોથી ઘેરાયેલું છે અને સમયાંતરે પવન ફૂંકાઈ રહ્યો છે.

આ વાતાવરણના બદલાવને કારણે દિવસભર ઠંડી અને ગરમીની મિશ્ર અસર અનુભવાઈ રહી છે. સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે ફરી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. શિયાળામાં વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે ખેતી અને શાકભાજીના પાકો પર પ્રતિકૂળ અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *