અસત્ય પર સત્યના વિજયના પ્રતિક સમાં હોળી અને રંગોના પર્વ ધુળેટી પર્વની દેશભરમાં ઉજવણી થાય છે. ત્યારે પાલનપુરની વિધામંદિરમાં પણ ધુળેટી પર્વની ઊજવની કરાઈ હતી. હોલિકા દહન બાદ રંગોના તહેવાર ધુળેટીની ઉત્સાહભેર ઉજવણી થતી હોય છે. ત્યારે શાળા કોલેજોમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા રંગોના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. પાલનપુરના વિદ્યા મંદિર સંકુલમાં પણ વિદ્યાર્થીઓ ધુળેટી પર્વના રંગ માં રંગાઈ ગયા હતા. સવારમાં અભ્યાસ કર્યા બાદ બપોરે વિદ્યાર્થીઓ મન મુકીને ધુળેટી રમ્યા હતા. જેમાં વિદ્યાર્થી ઓએ પાકા રંગ ને બદલે અબીલ -ગુલાલ સહિતના ઓર્ગેનિક રંગો થી ધૂળેટીની મજા માણી હતી. તમામ વર્ગ અને તમામ સમાજના વિદ્યાર્થીઓએ એકબીજા પર રંગ છાંટી ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી.

- March 15, 2025
0
42
Less than a minute
You can share this post!
editor