ચક્રવાત મોન્થા આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. આ ચક્રવાત આજે સાંજે કે રાત્રે 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠે ત્રાટકશે. ઓડિશા, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આંધ્રપ્રદેશમાં ભારતીય સેના અને NDRF ટીમો એલર્ટ પર છે. ઓડિશા, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આ રાજ્યોમાં NDRF અને SDRF ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે.
ઓડિશા સરકારે આઠ દક્ષિણ જિલ્લાઓમાં ખરાબ હવામાનને કારણે સંવેદનશીલ સ્થળોએથી લોકોને બહાર કાઢવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે જ્યાં ‘રેડ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે.

