ઢોર ડબ્બા ના કર્મચારીઓ સાથે રખડતા ઢોરોના માથાભારે માલિકોના ઘર્ષણને અટકાવવા પોલીસ પૂરતો બંદોબસ્ત ફાળવે તેવી કમૅચારીઓની માગ પાટણ નગરપાલિકાએ શહેરના 1280 મા સ્થાપના દિવસની ઉજવણી ને ધ્યાનમાં રાખીને શહેર માથી રખડતા ઢોરો ને ડબ્બે કરવા તા.1 ફેબ્રુઆરી થી અત્યાર સુધીમાં ખાસ ઢોર ડબ્બા ઝુંબેશ હાથ ધરી અત્યાર સુધીમાં કુલ 30 થી વધુ રખડતાં ઢોરોને પકડી પાંજરાપોળ મા મોકલી આપવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
જોકે પાલિકા દ્વારા રખડતાં ઢોરોને ડબ્બે કરવાની કાયૅવાહી દરમ્યાન કેટલાક રખડતાં ઢોરોના માથાભારે માલિકો દ્વારા ઢોર ડબ્બા ના કમૅચારીઓ સાથે ધષૅણ કરી ડબ્બે કરવામાં આવેલા ઢોરોને જબરજસ્તી કરી છોડાવી જતાં હોવાના પણ કિસ્સાઓ બનતાં હોવાથી પાલિકાના ઢોર ડબ્બા કમૅચારીઓની સુરક્ષા માટે નો પણ મોટો સવાલ ઉઠવા પામ્યો છે. ત્યારે પાલિકાની ઢોર ડબ્બા ઝુંબેશ દરમિયાન પાટણ પોલીસ દ્વારા પુરતો પોલીસ બંદોબસ્ત ફાળવી રખડતાં ઢોરોની સમસ્યા માથી શહેરીજનોને મુકત કરવા અને આવા રખડતાં ઢોરોના માથાભારે માલિકો સામે કડક કાર્યવાહી કરવા સંપૂર્ણ સહયોગ આપે તેવી માગ પણ ઉઠવા પામી છે.
પાલિકા દ્વારા પાટણના 1280 મા સ્થાપના દિવસની ઉજવણી ને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવેલ રખડતાં ઢોરોને ડબ્બે કરવાની ઝુંબેશ મા શહેરના કેટલાક જાગૃત નાગરિકો પણ આ અભિયાનમાં પાલિકાને સહયોગ આપી રહ્યા છે. જેના પરિણામે શહેરના મુખ્ય માર્ગો પરથી રખડતા ઢોરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે પાલિકા રખડતાં ઢોરોને ડબ્બે કરવાની કાર્યવાહી નિયમિત ધોરણે કરે જેથી રખડતા ઢોરોથી થતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવે તેવું પાટણ ની પ્રજા ઈચ્છી રહી છે.