વિદેશી દારૂની હેરાફેરી કરતી કારને ઝડપી પાડી; ગુપ્ત ખાનામાંથી 72 બોટલો મળી

વિદેશી દારૂની હેરાફેરી કરતી કારને ઝડપી પાડી; ગુપ્ત ખાનામાંથી 72 બોટલો મળી

સાબરકાંઠા એલસીબીએ હિંમતનગરના મોતીપુરા ઓવરબ્રિજ નીચેથી વિદેશી દારૂની હેરાફેરી કરતી કારને ઝડપી પાડી છે. પોલીસને મળેલી બાતમીના આધારે કારની તપાસ કરતાં પાછળની સીટ નીચે અને લાઈટોમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની 72 બોટલો મળી આવી હતી. પોલીસે રૂ.89,424ની કિંમતની દારૂની બોટલો, એક મોબાઈલ અને રૂ.4 લાખની કાર મળી કુલ રૂ.4,89,984નો મુદ્દામાલ કબજે કર્યો છે. કારના ચાલક દિનેશભાઈ અઢેલાજી અસારી (ઉંમર 36, રહે. પાટિયા કુવા, તા.ભિલોડા, જિ. અરવલ્લી)ની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના રાજસમંદથી ભરીને ભિલોડા, ગાંભોઈ અને હિંમતનગર થઈને મોટા ચિલોડા લઈ જવાનો હતો. આ કેસમાં બે આરોપીઓ હજુ ફરાર છે – તુલસીરામ માંગીલાલ કલાલ (રહે. પીપલીનગર, તા. ભીમ, જિ. રાજસમંદ, રાજસ્થાન) અને મોટા ચિલોડા ખાતે દારૂનો જથ્થો લેવા આવનાર વ્યક્તિ. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *