9 વર્ષની અને 11 વર્ષની બાળકીઓ તેમ બન્ને સગી બહેનો ડૂબી જતાં મોત; મળતી માહિતી અનુસાર અમીરગઢ ના વિરમપુર ચિકણવાસ મા આવેલ બંધ પડેલ કોરીના માઈન્સના પડેલ ખાડામાં ભરાયેલા પાણીમાં બન્ને સગી બહેનો ડૂબી જતાં મોત નિપજ્યું હતું. તેવું જાણાવવા મળ્યું હતું ડૂબનાર બન્ને બાળકીઓ સવીતાબેન માનાભાઈ ચૌહાણ તેમજ કાળીબેન માનાભાઈ ચૌહાણ બન્ને બાળકીઓ સગી બહેનો હોવાનું માલુમ પડ્યું હતું. બન્ને સગી બહેનોને સ્થાનિક તરવૈયાની મદદથી બહાર નીકાળી બન્ને બાળકીઓના મૃત દેહને પોસ્ટમોર્ટમ માટે અમીરગઢ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ પરીવારજનોએ અમીરગઢ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે એડી દાખલ કરવામાં આવી હતી બન્ને બાળકીઓ બંધ પડેલ કોરી ની માઈન્સના પડેલ ખાડામાં ભરાયેલા પાણીમાં નાહવા જતા ડૂબ્યા હોવાનું માલુમ પડ્યું હતું બન્ને સગી બહેનો ડૂબી જતાં પરીવારજનોમા માતમ છવાયો હતો તેમજ બન્ને સગી બહેનો ડૂબી જતાં મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી ત્યારે આ મામલે અમીરગઢ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
- July 30, 2025
0
160
Less than a minute
You can share this post!
editor

